તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભડકોદ્રા ગામમાં ~38 હજારની ઘરફોડ ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરતાલુકાના ભરકોદ્રા ગામ ખાતે આવેલ આદિત્યનગર માં ગત રોજ રાત્રીના તસ્કરો ત્રાટકી 38 હજાર ઉપરાંતની મત્તાપર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતાં.પ્રાપ્ત પોલીસ સૂત્રીય વિગતો અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી ને અડીને આવેલ ભરકોદ્રા ગામ ખાતે આવેલ આદિત્યનગરમાં બી.-17 નંબરના મકાન માં રહેતા દિલીપભાઈ ભગવાનસિંહ રાણાના મકાનમાં તસ્કરો ત્રાટકી તેમના આગળ ના રૂમમાં રહેલા બેગ માંથી એફ.ડીના સર્ટી ભરૂચ ડીસ્ટ્રીક બેન્ક ની ચેકબુક 9 હજાર રૂપિયા અને એક મોબાઈલ કિંમત રૂપિયા 29.000 તેમજ મોટર સાઇકલની આરસી બુક ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે દિલીપભિયા રાણા દ્વારા જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...