તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • શહિદોને સર્જિકલ સ્ટ્રાઇકસથી સેનાએ આપી સાચી શ્રદ્ધાંજલિ

શહિદોને સર્જિકલ સ્ટ્રાઇકસથી સેનાએ આપી સાચી શ્રદ્ધાંજલિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેનાએસર્જિકલ સ્ટ્રાઇક હાથ ધરી પીઓકેમાં ઘુસી 38 આતંકીઓને ઠાર મારતા ઉરીમાં પાકિસ્તાન પ્રેરીત આતંકી હુમલામાં શહીદ થયેલા 18 જવાનોને હવે સાચી અંજલિ મળી હોવાનો સંતોષ ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજાએ સેના પર ગર્વ વ્યકત કરવા સાથે અનુભવ્યો હતો.

સરકાર અને સેનાએ હાથ ધરેલી કાર્યવાહીથી તમામ યુવાનો, સંસ્થાઓ અને સમાજ પ્રભાવિત થઇ ઉઠી તેને જુસ્સા સાથે આવકાર્યો હતો. સોશ્યલ મિડિયા પર પણ વડાપ્રધાન, ભારતીય સેના છવાઇ જવા સાથે દિવસભર લોકોએ પીઓકે પર હાથ ધરેલા સેનાના ઓપરેશનને બિરદાવ્યું હતું.

આર્મીએ ભરેલુ પગલુ સરાહનીય

^પીઓકેપાસે 7 કેમ્પમાં આતંકવાદીઓ ભારતમાં ઘુસવાની ફીરાકમાં હતા ત્યારે ભારતીય સેન્ય દ્વારા તેમના પર હુમલો કરીને ઠાર કરી દેવાયા છે. આર્મીએ ભરેલુ પગલુ સરાહનીય છે. દેશનાં દુશ્મનોને સેન્યએ કરારો જવાબ આપ્યો છે. >સઇદ દયાદરાવાલા,વકીલ

શહીદોનાં પરિવારને હવે સાંત્વનના મળી

^સરકારઅને ભારતીય સેના દ્વારા પીઓકે માં ચાલતા આતંકવાદીઓનાં કેમ્પ પર સર્જિકલ ઓપરેશન હાથ ધરી 38 આતંકીઓને ઠાર મારતા શહીદોનાં પરિવારોને હવે સાંત્વના મળી છે. દરેક દેશવાસી ઓપરેશનને બિરદાવી રહ્યું છે. >પ્રકાશ પટેલ,સંસ્કૃતિસમાજ સેવા સંસ્થાન

પાકિસ્તાનને તેની ભાષામાં અપાયેલો જવાબ

^અત્યારસુધી આતંકી હુમલામાં શહીદ થતા જવાનોને ફકત શ્રદ્ધાંજલિ આપી ઘટનાને વખોડી કાઢવામાં આવતી હતી. પહેલી વખત પાકિસ્તાનને તેની ભાષામાં સરકાર અને સેનાએ આપેલા કરારા જવાબથી ભારતીયો ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે. >હર્ષ ઘીવાલા,દીયા,સંસ્થા

સોશ્યલ મિડિયા પર તમામે પગલાંને આવકારી

યુવાનો અને સંસ્થા સમાજમાં ગર્વ સાથે સંતોષની લાગણી

અન્ય સમાચારો પણ છે...