તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંગારેશ્વર ગામના રહિશોના એબીસી ચોકડીએ પ્રતિક ધરણાં

અંગારેશ્વર ગામના રહિશોના એબીસી ચોકડીએ પ્રતિક ધરણાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકાના અંગારેશ્વર ગામે જીએનએફસી દ્વારા બનાવાયેલાં પંપ હાઉસને કારણે કરાયેલાં પથ્થર પેચિંગથી વિસ્તારની જમીનોનું ધોવાણ થયું હોવાની રાવ સાથે ગામના રહિશોએ એબીસી ચોકડી પાસે પ્રતિક ધરણાં યોજ્યાં હતાં. કંપની દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર વિરોધની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. ત્યારે જીએનએફસી સરકારનું સાહસ હોવાને કારણે તેમાં સરકારના નિતીનિયમોઅનુસાર ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અંગારેશ્વર ગામના પ્રમુખ કમલેશ માછી, ઉપસરપંચ મહેશ પરમાર, સામાજિક ન્યાય સમિતીના અધ્યક્ષની આગેવાને હેઠળ ગ્રામજનોએ આજે ગુરૂવારે એબીસી ચોકડી પાસે પ્રતિક ધરણાં યોજ્યાં હતાં. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જીએનએફસી કંપની દ્વારા પંપ હાઉસ બનાવતી વેળાં નર્મદા નદીમાં પથ્થર પેચિંગ કી દેવાને કારણે નદીના વહેણ બદલાવાથી ગામમાં રહેતાં લોકોની ખાનગી જમીનોનું ધોવાણ થયું છે. ઉપરાંત ઐતિહાસિક મંદિરો, અંગારકઘાટ, આદિવાસી-હરિજન સમાજના સ્મશાન, ઓવારા, આશ્રમોને નુકશાન થયું હોઇ તે મામલે કલેક્ટર તેમજ કંપનીને અનેક રજૂઆતો કરી હોવા છતાં ચોક્કસ કાર્યવાહી કરાઇ નથી. અસરગ્રસ્તોને નવી જમીન ફાળવી પાકા મકાનો બનાવી આપવા તેમજ ધોવાણ થયેલાં ઐતિહાસિક મંદિરો-ઘાટોને બચાવવા જીએનએફસી પંપથી મનિષનંદ આશ્રમ સુધી પથ્થર પેચિંગનું કામ કરવાની તેમણે માંગ કરી છે.

ગ્રામજનોએ વધુમાં ઉમેર્યું હતું કે, જીએનએફસી કંપની રાજ્ય સરકારનું સાહસ ગણાય છે. જેમાં એમ. ડી., ચેરમેન, ડાયરેક્ટર, સરકારના સચિવાલયમાંથી નિમણૂંક કરી કંપનીનું સંચાલન કરાય છે. તેમ છતાં કંપની બંધારણ મુજ નક્કી કરાયેલાં 7 ટકા અનુસુચિત જાતી, 14 ટકા અનુસુચિત જનજાતી તેમજ 27 ટકા ઓબીસી સમાજના નોકરીમાં ભરતી કરવાની જોગવાઇ મુજબ ભરતી કરવાની પણ તેમણે માંગ કરી હતી. ઉપરાંત જો કંપની દ્વારા તાકિદે કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી તેમણે આપી હતી.

નવા બ્રીજ પર સંકલ્પ લઇશું

^જમીનધોવાણ અંગે પાંચ વર્ષથી રજૂઆત છતાં કંપની કે વહિવટી તંત્ર દ્વારા ચોક્કસ પગલાં ભરાયાં નથી. મોટેભાગે આરક્ષિત લોકોને નુકશાન થયું હોઇ તેમની સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. પ્રતિક ધરણા દરમિયાન ન્યાય નહીં મળે તો આવતીકાલે 30મીએ નવા બ્રીજ પર સંકલ્પ લઇને આગળની લડત ચલાવીશું. >મહેશ પરમાર,ઉપસરપંચ,અંગારેશ્વર.

જો કંપની દ્વારા કોઇ નિર્ણય નહીં લેવા તો ઉગ્ર આંદોલનની ચિમકી

જીએનએફસીના પંપ હાઉસથી જમીનોનું ધોવાણની રાવ

અન્ય સમાચારો પણ છે...