તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ઝાડેશ્વર ફલાયઓવરની વધુ 4 લેનને ખુલ્લી મુકવામાં આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાડેશ્વર ફલાયઓવરની વધુ 4 લેનને ખુલ્લી મુકવામાં આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાઝાડેશ્વર ફલાયઓવરની વધુ 4 લેનને ટુંક સમયમાં વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકી દેવામાં આવશે. હાલમાં બે લેનમાંથી વડોદરા અને સુરત તરફથી આવતાં અને જતાં વાહનો પસાર કરવામાં આવી રહયાં છે. ફલાયઓવરની 6 લેન કાર્યરત થઇ જતાં ઝાડેશ્વર જંકશન ખાતે ટ્રાફિક સમસ્યા હળવી બનશે.

ઝાડેશ્વર ચોકડી ખાતે બનાવવામાં આવેલાં ફલાયઓવરની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ચુકી છે ત્યારે આગામી દિવસોમાં ફલાયઓવરની વધુ 4 લેનને ખુલ્લી મુકવામાં આવશે. અત્યારે ફલાયઓવરની બે લેનમાંથી વડોદરા અને સુરત તરફથી આવતાં અને જતાં વાહનોને પસાર કરવામાં આવી રહયાં છે. બે લેન ખુલ્લી મુકવામાં આવતાં વડોદરાથી આવતાં ભારદારી વાહનો ન્યાયમંદિર હોટલથી સર્વિસ રોડ પર આવ્યાં સિવાય ઝાડેશ્વર ટેકસ પ્લાઝા નીકળી રહયાં છે. તેવી રીતે સુરતથી આવતાં વાહનો સર્વિસ રોડ પરથી પસાર થયાં વિના સીધા ન્યાયમંદિર હોટલ નીકળી રહયાં છે.

નેશનલ હાઇવે ઓથોરીટીએ ઝાડેશ્વર ફલાયઓવરની વધુ 4 લેનને વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં કુલ 6 લેન ખુલ્લી થઇ જતાં વાહનચાલકોને ટ્રાફિકજામ માંથી મુકતિ મળશે. સર્વિસ રોડ પરથી માત્ર લાઇટ મોટર વ્હીકલ પસાર થતાં હોવાથી ભરૂચથી શુકલતીર્થ આવતાં અને જતાં વાહનચાલકોના પણ સમયનો બચાવ થશે. શુકલતીર્થથી ભરૂચ જવા અને આવવા માટે હાઇવેનો ટ્રાફિક ક્રોસ કરવો પડે છે પરંતુ હવેથી સમસ્યા પણ હલ થઇ જશે. આમ ફલાયઓવરની 6 લેન ખુલ્લી થતાં ઝાડેશ્વર જંકશન ખાતે ટ્રાફિક સમસ્યા હળવી બનશે.

ખાડાઓને કારણે વાહનોની ગતિ પર બ્રેક

નેશનલહાઇવે તથા સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયાં છે. ખાડાઓને કારણે વાહનો એકદમ ધીમી ગતિથી પસાર થાય છે પરિણામે ટ્રાફિકજામ થઇ જાય છે. જેના કારણે વડોદરા અને સુરત તરફની લેનમાં 3 થી 4 કીમી સુધી વાહનોની કતાર જોવા મળે છે. માર્ગની મરામત કરવામાં આવે તો પણ ટ્રાફિક સમસ્યા હળવી બની શકે છે.

ટ્રાફિકજામનું કારણ શું | વડોદરાથીસુરત તરફ જતી ફોર વ્હીલ, ટેમ્પા, ટ્રક તથા બસોને જુના સરદાર બ્રિજ પરથી જયારે ભારદારી વાહનોને નવા બ્રિજ પરથી પસાર થવા દેવામાં આવે છે .જેથી લેનમાં ટ્રાફિક ઓછો જામ થાય છે. બીજી તરફ સુરતથી વડોદરા જતાં માત્ર ફોર વ્હીલને જુના સરદારબ્રિજ પરથી પસાર થવા દેવાયછે .જયારે અન્ય વાહનો નવા સરદારબ્રિજ પરથી પસાર થાય છે. સુરતથી વડોદરા તરફ જતી લેનમાં ટ્રાફિકજોવા મળે છે.

6 લેન કાર્યરત થતાં ઝાડેશ્વર ચોકડી જંકશન ખાતે ટ્રાફિક સમસ્યા હળવી બનશે

હાલમાં બે લેનમાંથી વડોદરા- સુરતથી આવતાં વાહનો પસાર થાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો