તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • જેટકોનાં કર્મચારીને કાઢી મૂકવાની ધમકી આપ્યાં બાદ બદલી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેટકોનાં કર્મચારીને કાઢી મૂકવાની ધમકી આપ્યાં બાદ બદલી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચઅને નર્મદાનાં 20 સબસ્ટેશનમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા કોન્ટ્રાકટ પરનાં 160 જેટલા કર્મચારીઓએ સમાનકામ અને સમાન વેતનની માંગણી કરતા એજન્સીઓએ હવે તેમની ઘર આંગણેથી દૂરના સ્થળે બદલી કરવાનો દોર અપનાવ્યો છે.

જેટકોનાં વર્ષ 2005 બાદ બનેલા સબસ્ટેશનોમાં ઓપરેટરો, હેલ્પરો અને ઇલેકટ્રીક આસીસસ્ટન્ટો કોન્ટ્રાકટ એજન્સીઓમાં ફરજ બજાવે છે. ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 66 કેવીનાં 20 સબસ્ટેશનમાં વિવિધ એજન્સી મારફતે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા 160 કોન્ટ્રાકટરનાં કર્મચારીઓએ સમાન કામ અને સમાન વેતનની માંગણી સાથે જુલાઇમાં શ્રમ આયુકતમાં ફરિયાદ કરી હતી. એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદોને ધ્યાને લઇ 21 જુલાઇએ ભરૂચ સર્કલમાં આવેલી જેટકોની કચેરી ખાતે દરેક સબસ્ટેશનમાંથી 1 હેલ્પર અને ઓપરેટરને બેઠક માટે બોલાવાયા હતા. જેટકોનાં મુખ્ય ઇજનેર યુ.સી. પટેલ સહિતનાં અધિકારીની ઉપસ્થિતિમાં ચામુંડા ઇલેકટ્રીક પ્રા.લિ. નાં એમ.ડી. અે બદલી કરી દેવાની તેમજ નોકરીમાંથી છૂટા કરવાની ધમકી આપતા કામદારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેમણે હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. દરમિયાન 66 કેવી ઉમરખડી સબસ્ટેશનમાં ઘરઆંગણે ફરજ બજાવતા ઓપરેશટ હિતેશ ચૌધરીની ચામુંડા ઇલેકટ્રીકલ પ્રા.લિ. એજન્સી દ્વારા 66 કેવી મોટી ભોયાણ ખાતે બદલી કરી દેવાતા બન્ને જિલ્લામાં ફરજ બજાવતા કોન્ટ્રાકટનાં 160 કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે. સબસ્ટેશનનાં સ્વીચ બોર્ડ ઓપરેટરે હિતેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે હક માંગતા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપ્યાં બાદ મારી બદલી કરી દેવાઇ છે.

160 કોન્ટ્રાકટરો સામે અવાજ ઉઠાવ્યો હતો

ભરૂચ-નર્મદાનાં કોન્ટ્રાકટનાં કર્મીઓનો વિરોધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો