તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચમાં રખડતા ઢોરોના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં રખડતા ઢોરોના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરમાં ઢોર ડબ્બાના અભાવે રખડતાં ઢોરો સામે કાર્યવાહી કરવામાં પાલિકાતંત્ર લાચાર જણાઇ રહયું છે. આજે બુધવારે પાલિકા કચેરી ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યએ રખડતાં ઢોરોના માલિકો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના આપી છે. પાલિકાની હદની બહાર રખડતાં ઢોરો સામે કાર્યવાહી કરવા જવાબદારી કોની તે નકકી કરવા કલેકટરનું માર્ગદર્શન મેળવવામાં આવશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર અડિંગો જમાવી દેતાં રખડતાં ઢોર લોકો માટે ત્રાસદી બની ગયાં છે. રખડતાં પશુઓ રસ્તો રોકી લેતાં હોવાથી અકસ્માતના બનાવો વધી રહયાં છે અને વાહન ચલાવવા પણ મુશ્કેલ બની ગયાં છે. ભરૂચ પાલિકા પાસે રખડતાં પશુઓને રાખવા માટે ઢોર ડબ્બો નહી હોવાથી પાંજરાપોળ ઉપર આધાર રાખવો પડે છે. પાંજરાપોળના સંચાલકો આવા પશુઓને રાખતાં નથી જેના કારણે પાલિકા કાર્યવાહી કરી શકતી નથી. પાલિકા-પાંજરાપોળ વચ્ચેના વિવાદમાં લોકોનો મરો થઇ રહયો છે. આજે બુધવારે પાલિકાના ભાજપના ચૂૂંટાયેલા સભ્યોની સંકલનની બેઠક ધારાસભ્ય દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં રખડતાં પશુઓનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહયો હતો. ધારાસભ્યએ ઢોર ડબ્બા માટે જગ્યા શોધવા, પશુઓ માટે ખોરાકની વ્યવસ્થા કરવા-પશુઓને રખડતાંં મુકી દેતાં પશુપાલકો સામે કાર્યવાહી કરવા સુચના આપી છે. પાલિકાની હદની બહાર રખડતાં ઢોરનો ત્રાસ છે ત્યારે ઢોરો સામે કાર્યવાહીની જવાબદારી નકકી કરવા કલેકટરનું માર્ગદર્શન મેળવવાનો નિર્ણય બેઠકમાં લેવાયો છે.

ભરૂચમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહયો છે.

ચોમાસા બાદ માર્ગોનું રીપેરિંગ

ચોમાસાનીશરૂઆતમાં રસ્તાઓ ઉબડ ખાબડ બની ગયાં છે. રસ્તાઓ પરના ખાડાઓ પુરવા તથા ચોમાસું પુરૂ થતાંની સાથે રસ્તાઓ નવા બનાવવા ધારાસભ્યએ પાલિકા સત્તાધીશોને તાકીદ કરી છે.

રખડતા ઢોરોનો પ્રશ્ન વિકટ છે

^પાલિકાની સંકલન સમિતિની બેઠકમાં રખડતા ઢોરોની સમસ્યા નિવારવા માટે પગલાં ભરવા સુચના આપી છે. વિકાસના કામોની સમીક્ષા કરાઇ છે. ઢોર ડબ્બા માટે જગ્યા શોધી સુવિધા ઉભી કરવા જણાવ્યું છે. >દુષ્યંત પટેલ,ધારાસભ્ય,ભરૂચ

હદ બહારના ઢોરોની જવાબદારી અંગે કલેકટરનું માર્ગદર્શન મેળવાશે

નગરપાલિકાની સંકલન સમિતિમાં ધારાસભ્યએ સુચના આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો