તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસોટમાં 2 કલાકમાં 1 ઇંચ અને ભરૂચમાં ઝરમર વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા13 વર્ષના સૌથી ઓછા વરસાદ વચ્ચે ભરૂચ જિલ્લામાં ભાદરવો આકરો બનતા ખેતી પર સંકટ તોળાઇ રહ્યું હતુ ત્યારે બુધવારે જિલ્લાનાં વાતાવરણમાં પલટો અાવવા સાથે લાંબા સમયનાં વિરામ બાદ ફરીથી ચોમાસાનો માહોલ જામતા ધરતીપુત્રોનાં જીવમાં જીવ આવ્યો હતો. હાંસોટમાં 2 કલાકમાં એક ઇંચ વરસાદ વરસી પડયો હતો.

આકરા તાપ અને ચોમાસામાં 32.4 ડિગ્રી ગરમીના પારાથી જમીનો ફાટવાની શરૂઆત થતા ખેડૂતો મેઘમહેર વરસે તેની ચાતક નજરે મીટ માંડીને બેઠા હતા.

બુધવારે જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની કોઇપણ આગાહી વગર આકાશમાં એકાએક વાદળોની ફોજ ઉતરી આવવા સાથે હળવાથી ભારે ઝાપટાં સ્વરૂપે મેઘમહેર વરસવાની શરૂ થઇ જતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. વિઘ્નહર્તાના આગમન સાથે વરસાદનું વિઘ્ન દૂર થયુ હતું.

ભરૂચમાં બુધવારે વરસાદ વરસી પડતા ખેડૂતોનાં હૈયે ટાઢક વળી હતી.

ગરમીમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદથી ઠંડક

આફતનાં ઓળા વચ્ચે આગમનથી ખેડૂતોને આનંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો