તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ જિલ્લા પંચાયતને LEDથી સજ્જ કરવા સત્તાધીશોની કવાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ જિલ્લા પંચાયતને LEDથી સજ્જ કરવા સત્તાધીશોની કવાયત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લા પંચાયત દ્વારા કચેરીની તમામ સાદી ટ્યુબલાઇટોને દુર કરી તેના સ્થાને એલઇડી બલ્બ લગાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. કચેરીની તમામ લાઇટો બદલી લેવામાં આવતાં વીજ બીલમાં 40 ટકાની રાહત થાય તેવી શક્યતાઓને લઇને જરૂરી ટેક્નિકલી પાસાઓની ચકાસણી કરાઇરહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં તમામ વીજગ્રાહકો માટે રાહતદરે એલઇડી બલ્બ આપવા માટે ઉજાલા બલ્બનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય ટ્યુબલાઇટ તેમજ બલ્બની સરખામણીમાં એલઇડી બલ્બના વપરાશ થકી વીજ બીલમાં અંદાજિત 40 ટકા જેટલો ઘટાડો થાય છે. જેના પગલે હાલમાં વીજ ગ્રાહકો ઉજાલા એલઇડી બલ્બની ખરીદી માટે કતારો લગાવી રહ્યાં છે. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજના એકમો પૈકીની જિલ્લા પંચાયત કચેરી દ્વારા પણ સરકારની યોજનાને આકાર અાપવા તેમજ કચેરી ઉપર પડતાં વીજ વપરાશના ભારણને ઘટાડવા માટે ઉજાલા બલ્બ થકી કચેરીને સજ્જ કરવાની કવાયત હાથ ધરાઇ છે. જિલ્લા પંચાયત કચેરીમાં દરેક વિભાગમાં દિવસ દરમિયાન લાઇટ ચાલુ રાખવામાં આવતી હોય છે. જેેનેે પગલે કચેરી ઉપર વીજબીલનું ભારણ વધતું હોય છે. કચેરીના દરેક વિભાગમાં ટ્યુબલાઇટને બદલે એલઇડી લગાવવામાં આવે તો જિલ્લા પંચાયતના વીજબીલમાં 40 ટકાનો ઘટાડો થઇ શકે છે. જેને ધ્યાનમાં લઇને ડીડીઓ આનંદ પટેલે કચેરીની તમામ લાઇટો બદલીને એલઇડી લગાવવા માટેની વિચારણા હાથ ધરી છે. હાલમાં કચેરીની તમામ લાઇટો બદલીને તેના સ્થાને એલઇડી લગાવવા કઇ કઇ જરૂરિયાતો સર્જાશે તેમજ અન્ય કોઇ ટેક્નિકલી જરૂરિયાતો સર્જાશે કે કેમ તેેની વિગતો એકત્ર કરાઇરહી છે.

ઉજવા બલ્બથી હવે વીજબીલમાં ઘટાડો થશે

^ઉજલાબલ્બ યોજના થકી વીજ ગ્રાહકોને રાહત દરે એલઇડી બલ્બ આપવામાં આવી રહ્યાં છે. જેના થકી વીજ ગ્રાહકોને બીલમાં ઘણી રાહત સાંપડશે. જિ.પં.કચેરીમાં પણ વીજ વપરાશ વધુ હોઇ તેના માટે વીજબીલમાં મોટી રકમ ચુકવવી પડતી હોય છે. એલઇડી લગાવવામાં આવતાં લાઇટના વીજબીલમાં 40ટકાનો ઘટાડો થઇ શકશે.હાલમાં એલઇડી લગાવવા માટેની ટેક્નિકલ માહિતીઓ એકત્ર કરી રહ્યાં છીએ. >આનંદ પટેલ,ડીડીઓ,ભરૂચ.

ટેક્નિકલી પાસાઓની ચકાસણી બાદ નિર્ણય લેવાશે

સામાન્ય લાઇટ કરતાં એલઇડી થી વીજ વપરાશનો ખર્ચ ઘટશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો