• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અને નર્મદામાં આજે સ્વાતંત્રય પર્વની ઉજવણી કરાશે

ભરૂચ અને નર્મદામાં આજે સ્વાતંત્રય પર્વની ઉજવણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચઅને નર્મદા જિલ્લામાં આજે સ્વાતંત્રય પર્વની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ અંકલેશ્વર ખાતે સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલની હાજરીમાં ઉજવાશે. ધ્વજવંદન કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમોનું રીહર્સલ કરાયું હતું.

અંકલેશ્વર ખાતે ઓ.એન.જી.સી કોલોની ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. કાર્યક્રમની તૈયારી તેમજ આખરી રીહર્સલ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. એસપી સંદીપ સીંગ તેમજ

...અનુસંધાન પાના નં.2

જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે ઉપસ્થિત રહયાં હતાં. પરેડ નિરીક્ષણથી માંડી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ગ્રુપ દ્વારા રજૂ કરનાર કૃતિનું નિદર્શન કર્યું હતું. શહેર તથા જિલ્લામાં આવેલી શાળાઓ, કોલેજો તથા સરકારી કચેરીઓ તથા સંસ્થાઓ ખાતે પણ દેશની અાન બાન અને શાન સમાન તિરંગાને લહેરાવવામાં આવશે. નર્મદા જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે.

વિવિધ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું

અંક્લેશ્વર ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનને અનુલક્ષીને આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું. - હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...