• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં ડમ્પીંગ સાઇટ પણિયાદરામાં બનાવવા હીલચાલ

ભરૂચમાં ડમ્પીંગ સાઇટ પણિયાદરામાં બનાવવા હીલચાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચપાલિકાએ ડમ્પિંગ સાઇટ માટે દહેજ નજીક આવેલાં પણિયાદરા ગામે જગ્યાનું નિરિક્ષણ કર્યું છે. શહેરના કચરાનો હાલ જુના સરદારબ્રિજ પાસે નિકાલ કરવામાં આવે છે પરંતુ પાલિકા વિરૂધ્ધ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ થઇ હોવાથી નવી સાઇટ માટે જગ્યા શોધવામાં આવી રહી છે. તવરા- મોટાસોરવા ગામે ડમ્પિંગ સાઇટ માટે ગયેલાં પાલિકાના અધિકારીઓને લોકોના વિરોધનો સામનો કરવો પડયો હતો.

ભરૂચ શહેર-ગ્રામ પંચાયતોમાંથી આવતાં રોજના 140 ટન કચરાનો જુના સરદાર બ્રિજ પાસે આવેલી ડમ્પિંગ સાઇટ ખાતે નિકાલ કરાય છે. પાલિકાની ડમ્પિંગ સાઇટમાં કચરાનો વૈજ્ઞાનિક ઢબથી નિકાલ થતો નહિ હોવાને કારણે માંડવાબુઝર્ગ ગામના રહીશે ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ કરી છે. ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ બાદ પાલિકાએ ડમ્પિંગ સાઇટ માટે નવી જગ્યાની શોધખોળ શરૂ કરી છે. ઝઘડીયાના મોટા સોરવામાં ડમ્પીંગ સાઇટ માટે જગ્યાની માપણી કરવા ગયેલાં અધિકારીઓને લોકોએ ઘેરી લીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે...