તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઇખરમાં પાસે મુખ્ય માર્ગ પર વૃક્ષ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો

ઇખરમાં પાસે મુખ્ય માર્ગ પર વૃક્ષ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમોદતાલુકાના ઇખરગામે પાસે મુખ્ય રસ્તા ઉપર એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જેને પગલે વાહન ચાલકને અસર પડી હતી. માર્ગ ઉપર તોતિંગ વૃક્ષ આડું પડી જવાને કારણે વાહન વ્યવહાર અટવાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આસપાસના લોકોએ વૃક્ષને કાપીને દુર કરતાં લાંબા સમયબાદ વાહન વ્યવહાર પુન: કાયન્વિત થયો હતો.

ભરૂચ તાલુકાના પાલેજ તેમજ આમોદ તાલુકાના ઇખર ગામને જોડતાં માર્ગ ઉપર આજે શનિવારે વહેલી સવારના સમયે ભારે પવનો ફુંકાવાથી એક વિશાળકાય વૃક્ષ મુળમાંથી ઉખડીને રોડ ઉપર આડું પડી ગયું હતું. સદનશીબે તે સમયે ત્યાંથી કોઇ પસાર થઇ રહ્યું હોવાને કારણે કોઇને જાનહાની થઇ હતી. વૃક્ષ રસ્તા પર પડતાં આખો રસ્તો જામ થઇ ગયો હતો. વાહનો માટે અવરજવર કરવાની મુશ્કેલી સર્જાતાં માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો અટવાયાં હતાં. નાછુટકે રોડની સાઇડમાંથી કાદવકિચડ ભર્યાં માર્ગ ઉપરથી પસાર થઇ આગળનો સફર કરવાનો વારો આવ્યો હતો. રસ્તા પર વૃક્ષ પડવાને કારણે બન્ને તરફનો વાહન વ્યવહાર ખોરવાતાં લોકોની લાંબી કતારો લાગી હતી.

ઇખર ગામ પાસે મુખ્ય માર્ગપર વૃક્ષ ધરાશાઇ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.

માર્ગ પરના વૃક્ષને કાપતાં વાહન વ્યવહાર પુન:કાર્યન્વિત કરાયો

ભારે પવનો ફુંકાવાના કારણે વૃક્ષ મુળમાંથી ઉખડી પડ્યું

અન્ય સમાચારો પણ છે...