તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • વાગરામાં 2, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ,ગરૂડેશ્વરમાં 1 ઇંચ વરસાદ

વાગરામાં 2, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ,ગરૂડેશ્વરમાં 1 ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતતચોથા દિવસે પણ ભાદરવો ભરપૂર રહેતા ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ખેડૂતો આકાશમાંથી વરસી રહેલા અમીજળથી આનંદિત થઇ ઉઠયાં છે. શનિવારે વિતેલા 24 કલાકમાં વાગરામાં 2 ઇંચ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ અને ગરૂડેશ્વર તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસી પડતા ઠેર ઠેર પાણી ભરાયાં હતા.

ભરૂચ અને નર્મદામાં શનિવારે સતત ચોથા દિવસે પણ તમામ 14 તાલુકાઓમાં મેઘમહેર જારી રહેતા 1.19 લાખ હેકટર બિનપિયત વિસ્તારમાં થયેલી ખેતી ઉગરી જતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં શનિવારે પણ દિવસભર વરસાદી માહોલ યથાવત રહેવા સાથે દિવસ દરમિયાન વરસેલા હળવાથી ભારે ઝાપટાંનાં કારણે મુખ્યમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાગરા તાલુકામાં 24 કલાકમાં 51 મિમી અને નેત્રંગ તાલુકામાં 35 મિમી વરસાદ વરસી પડતા માર્ગો પાણીથી તરબોળ થયા હતા. ગરૂડેશ્વરમાં 29 મિમી અને હાંસોટમાં 27 મિમી વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. જયારે અંકલેશ્વરમાં 22, આમોદ અને દેડિયાપાડામાં 17 મિમી, સાગબારામાં 15, જંબુસરમાં 13, ભરૂચ અને ઝઘડિયામાં 11, નાંદોદમાં 9 મિમી, વાલિયા અને તિલકવાડામાં 7 મિમી વરસાદ વરસ્યો હતો.

લો-પ્રેસરનાં કારણે સતત જારી રહેલી મેઘમહેર

^ભારતીયમૌસમ વિભાગે ચોમાસાએ વિદાય લઇ લીધી હોવાની જાહેરાત કરી દીધી છે. હાલ જિલ્લામાં કેરળમાં સર્જાયેલા લો-પ્રેસરનાં કારણે છેલ્લા 4 દિવસથી મેઘમહેર થઇ રહી છે. જેના કારણે બિનપિયત વિસ્તારમાં રહેલી ખેતી ઉગરી ગઇ છે. >મુકેશ પટેલ,સહસંશોધકવૈજ્ઞાનિક

સતત વરસાદી માહોલને પગલે માર્ગો પાણી

જિલ્લામાં સતત 4 દિવસે પણ ભાદરવો ભરપુર

અન્ય સમાચારો પણ છે...