• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ શહેરમાં ખોદાયેલાં ખાડામાં અપુરતાં પુરાણને કારણે ટ્રક ફસાઇ

ભરૂચ શહેરમાં ખોદાયેલાં ખાડામાં અપુરતાં પુરાણને કારણે ટ્રક ફસાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં ડ્રેનેજ તેમજ પાણીની પાઇપ લાઇન નાંખવા માટે મુખ્યત્વે તમામ રસ્તાઓને ખોદી નાંખવામાં આવ્યાં છે. લોકોના ભારે રોષ બાદ માત્ર કામચલાઉ પુરાણ કરી તેની ઉપર પેચિંગ વર્ક કરી તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે. જોકે કેટલાંક વિસ્તારોમાં માત્ર માટી-રોડાથી પુરાણ કરવામાં આવતાં ચોમાસાની સિઝનમાં સ્થાનિકોને કાદવ કિચ્ચડનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાંક વિસ્તારમાં સ્થાનિક લોકો તેમના ઘર સુધી પણ પોતાના વાહનો લઇ જઇ શકતાં નથી.

શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલી આઇસીઆઇસીઆઇ બેન્ક પાસે આકાશગંગા એપાર્ટમેન્ટ તરફ જવાના માર્ગ ઉપર આજે શનિવારે એક ટ્રકચાલક તેની ટ્રકમાં ઇંટો ભરીને જઇ રહ્યો હતો. તે વેળાં તેની ટ્રક તંત્ર દ્વારા ખોદેલા ખાડા પરથી પસાર થતાં ટ્રકનું ટાયર આખેઆખું અંદર ખુપી ગયું હતું. ઇંટો ભરેલી ટ્રક આડી થઇ ગઇ હતી જોકે તેમાં ઇંટો ભરેલી હોઇ એક તબક્કે તે પલટી જાય તેવી ભિતી સર્જાઇ હતી. ટ્રક પલટી નહીં જતાં સદનશીબે કોઇને જાનહાની થઇ હતી.

ખોદાયેલાં ખાડાઓ પર માત્ર પેચિંગ વર્ક કરી તંત્ર ખુશ અને લોકોને મુશ્કેલી

શહેરમાં ડ્રેનેજ તેમજ પાણીની પાઇપ લાઇન માટે ઠેરઠેર ખાડા ખોદાયાં

ભરૂચમાં એક ટ્રક ગટર લાઇન નાંખ્યા બાદ પેચિંગ કરાયેલાં માર્ગ પરથી પસાર થતી વેળાં ભુવો પડતાં ફસાઇ ગઇ હતી. તસવીર-રાજેશપેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...