• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંકલેશ્વર ખાતે વિજ્ઞાનમેળામાં 60 પ્રોજેકટનું નિદર્શન કરાયું

અંકલેશ્વર ખાતે વિજ્ઞાનમેળામાં 60 પ્રોજેકટનું નિદર્શન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનીઆવેલ પી.પી.સવાણી સ્કૂલ ખાતે જી.સી.ઈ.આર.ટી ગાંધીગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ અને બી.આર.સી.ભવન અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી કક્ષાનું ગણિત- વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. તાલુકાની 60 થી વધુ શાળાઓએ પોતાની કૃતિઓ રજુ કરી હતી.

અંકલેશ્વર પી.પી.સવાણી સ્કૂલ ખાતે બી.આર.સી કક્ષાના ગણિત- વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. છાત્રોમાં છુપાયેલી ગર્ભિત શકિતિઓને બહાર લાવવા પ્રદર્શન યોજાઇ રહ્યા છે.ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં છાત્રોની અભિરૂચિ વધે તે માટે આયોજીત પ્રદર્શનમાં તાલુકાની 60 શાળાઓના વિદ્યાર્થીઓએ તેમની કૃતિઓ રજૂ કરી હતી.

જિલ્લા પંચાયત સભ્ય પરેશ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા મગન વસાવા,નગરપાલિકા સભ્ય જનક શાહ, નિલેશ પટેલ , રમેશ સવાણી, લાયઝન અધિકારી પી.બી.પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કનુ પટેલ, શિક્ષક અગ્રણી ગજેન્દ્ર પટેલ તથા અન્ય મહેમાનો હાજર રહયાં હતાં.

બી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું.

વિદ્યાર્થીઓની સુશુપ્ત શકિતિઓને બહાર લાવવાનો પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...