• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંકલેશ્વરમાં પોસ્ટઓફિસે આપેલો વધુ એક ચેક રીર્ટન

અંકલેશ્વરમાં પોસ્ટઓફિસે આપેલો વધુ એક ચેક રીર્ટન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરપોસ્ટઓફિસમાંથી એફડીના રૂપિયા માટે આપવામાં આવતાં ચેક રીટર્ન થવાના કિસ્સા બહાર આવી રહયાં છે. જી.આઇ.ડી.સી.માં કંપનીના સંચાલકને પોસ્ટઓફિસમાંથી અપાયેલો ~1.18 લાખનો ચેક રીટર્ન થયો છે. અત્યાર સુધીમાં 12થી વધારે ગ્રાહકો સાથે આવી ઘટના બની ચુકી છે.

અંકલેશ્વરના પારસીવાડના હરીશભાઇ ગોળવાલા તેમની પત્નીના નામે પોસ્ટ ઓફિસમાં ફીક્સ ડીપોઝીટ મા નાણાં રોકાણ કર્યું હતું જે ગત સપ્તાહે પાકતા પોસ્ટ ઓફિસ દ્વારા ~1.18 લાખ ના બે ચેકો આપવામાં આવ્યા હતાં. બન્ને ચેકો અપૂરતા ભંડોળ ના રીર્માક સાથે પરત થવાના બનાવ બાદ વધુ એક મામલો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં 12થી વધારે ગ્રાહકો સાથે આવી ઘટના બની ચુકી છે.

જી.આઈ.ડી.સી વિસ્તારમાં રહેતા અને કંપનીના માલિક પ્રવીણ પટેલની પાકતી મુદ્દતનો ચેક ભરૂચ પોસ્ટ વિભાગે આપ્યો હતો. જે તેમને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 1.18 લાખ રૂપિયાનો ચેક જમા કરાવ્યો હતો જે પરત ફર્યો હતો અને પોસ્ટમાં અપૂરતું ભંડોર હોવાથી ચેક પરત કરવામાં આવ્યો હોવાનું કારણ બેન્ક અધિકારીઓ આપ્યું હતું. સ્થાનિક પોસ્ટ ઓફિસમાં રૂબરૂ સંપર્ક સાધતા જવાબદાર અધિકારી નહિ હોવાથી હાજર રહેલાં કર્મચારીઓએ કઇ જવાબ આપ્યો હતો.

કંપનીના માલિકને ચેક આપવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...