ઝાડેશ્વમાં સભામંડપનું ભુમિપુજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાનેશનલ હાઇવે નંબર 8 પર આવેલાં બોચસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર ખાતે નવા સભામંડપનું નિર્માણ કરવામાં અાવશે. સભામંડપની ભુમિપૂજન વિધી ડોક્ટર સ્વામીના હસ્તે કરવામાં આવી હતી. પાવન અવસરે ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે, સાચો સત્સંગ કરવાની જરૂર છે. સભામંડપમાં જવાથી સત્સંગ થઇ જતો નથી પરંતુ જીવનમાં સત્સંગ લાવવો જરૂરી છે. નુતન સભામંડપ વહેલી તકે તૈયાર થઇ જાય તેવા આશિર્વચન ડોક્ટર સ્વામીએ આપ્યાં હતાં. પ્રસંગે મંદિરના કોઠારી અનિરદેશ સ્વામી, સંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ભરૂચ ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયનું આકર્ષક મંદિર આવેલું છે. જ્યાં હરિભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવતાં હોય છે. મંદિર સંચાલકોએ હરિભક્તોની સુવિધામાં વધારો કરવાના પ્રયાસો આદર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...