તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર પ્રયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાની સખીમંડળની 1708 બહેનોએ માત્ર 15 દિવસની મહેનતમાં કચરામાં ફેંકી દેવાતી લિંબોડી એકત્ર કરી તેના બદલામાં કુલ ~21.29ની આવક મેળવી હતી.

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નીમ પ્રોજેક્ટ અંતર્ગત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સામાન્યત: કચરામાં ફેંકી દેવાતી લિંબોડીમાંથી આવક મળી શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જીએનએફસીને ખાતરને કોટિંગ કરવા માટે લિંબોડીના તેલનો ઉપયોગ કરતી હોય છે. જેના માટે જીએનએફસી અન્યત્ર માધ્યમથી રો-મટિરિયલ મેળવતી હોય છે. સખીમંડળની બહેનોને આવકનો એક સ્ત્રોત મળી રહે તે માટે દરેક તાલુકાની સખીમંડળની બહેનોને તેમના વિસ્તારમાં આવેલાં લિમડાના વૃક્ષ પરથી પડતી લિંબોડી ભેગી કરી તેને એકસ્થળે એકત્ર કરી જીએનએફસીને આપવામાં આવે તો તેના બદલામાં તેમને રૂપિયા ચુકવવામાં આવ્યાં હતાં. ભરૂચ જિલ્લામાંથી 2.83 લાખ કિલો લિંબોડી સખીમંડળની બહેનોએ એકત્ર કરી હતી. જે જીએનએફસીને સુપરત કરવામાં આવતાં તેના બદલામાં બહેનોને ~21.29 લાખ ચુકવાયાં હતાં. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જંબુસર તાલુકામાંથી લિંબોડી એકત્ર કરવામાં આવી હતી. જેમાં તેમણે કુલ 1.87 લાખ કિલો લિંબોડી એકત્ર કરી ~14.08 લાખની આવક મેળવી હતી.

કચરામાં ફેંકી દેવાતી લિંબોડીમાંથી આવક મેળવી

ભરૂચ જિ.ની સખીમંડળની બહેનોએ લિંબોડી એકત્ર કરી ~21.29 લાખની આવક મેળવી હતી.

જંબુસરની સખી મંડળની બહેનોએ સૌથી વધુ 1.87 લાખ કિલો લિંબોડી એકત્ર કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો