તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચના 34 શિક્ષકો સામે CCCના બોગસ સર્ટીફિકેટ મામલે કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના 34 શિક્ષકો સામે CCCના બોગસ સર્ટીફિકેટ મામલે કાર્યવાહી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓના કેટલાંક શિક્ષકો દ્વારા સરકારમાં રજૂ કરવામાં આવેલાં સીસીસીના સર્ટીફિકેટ અમાન્ય સંસ્થાના હોવાની રાવ સાથે એક જાગૃત નાગરિક દ્વારા ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન ભરૂચ તાલુકાના 34 શિક્ષકોના સર્ટિફિકેટ અંગે પ્રશ્નો સર્જાતાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ સીસીસીની પરીક્ષા ફરજિયાતપણે પાસ કરવાના સરકારનો પરિપત્ર છે. જેના પગલે પ્રાથમિક શાળાના કેટલાંક શિક્ષકો દ્વારા અમાન્ય સંસ્થાના સર્ટીફિકેટ રજૂ કર્યાં હોવાની રાવ સાથે એક જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી. ઉપરાંત વ્યારાની નવજાગૃતિ સેવા ટ્રસ્ટ તેમજ અન્ય અમાન્ય સંસ્થાઓના સર્ટીફિકેટ રજૂ કરયાની રજૂઆત કરી હતી. જેના પગલે જિલ્લા વિકાસ અધિકાર આનંદ પટેલ દ્વારા જરૂરી તપાસ માટે હૂકમ કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અહેવાલ તૈ્યાર કરવામાં આવ્યો હતો. જેમાં વ્યારા, તરસાલી તેમજ હૈદરાબાદની સંસ્થાના રજૂ કરવામાં આવેલાં સર્ટીફિકેટ પ્રાથમિક તબક્કે અમાન્ય સંસ્થાનાં હોવાનું ધ્યાનમાં આવ્યાં છે. ભરૂચ તાલુકાના કુલ 34 શિક્ષકો દ્વારા સર્ટિફિકેટ રજૂ કરી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેને પગલે તાલુકાના 34 શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમામ શિક્ષકોને આખરી તક અપાશે

^ભરૂચ તાલુકા શિક્ષણ કચેરી દ્વારા કરવામાં આવેલી તપાસમાં 34 શિક્ષકોના સર્ટિફિકેટ અમાન્ય સંસ્થાના હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે. હાલમાં તમામ શિક્ષકોને આખરી તક આપી તેમણે રજૂ કરેલાં સર્ટીફિકેટ આપનાર સંસ્થા સરકારની માન્યતા પ્રાપ્ત છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો તેમાં કસુરવાર રહેશે તો તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી થશે. >રમેશ આર્યા,તા.પ્રાથમિકશિક્ષણાધિકારી,ભરૂચ

શિક્ષકો દ્વારા રજૂ કરાયેલાં સર્ટી બોગસ ઠરશે તો તંત્ર રિકવરી કરશે

જિલ્લા વિકાસ અધિકરીને કરેલી ફરિયાદની તપાસમાં ખુલાસો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો