• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ નગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમનો આજથી પ્રારંભ થશે

ભરૂચ નગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમનો આજથી પ્રારંભ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમનો આજે સોમવારથી પ્રારંભ થશે. વોર્ડ નંબર 5 અને 6ના નાગરિકો માટે સવારે 9 થી 5 દરમિયાન દિવ્યજીવન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહીતી અનુસાર ભરૂચ નગરપાલિકા નાં વિવિધ વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે.રાજયમાં સરકારની વિવિધ યોજનાઓના દાખલાઓ, પ્રમાણપત્રો સહિતના દસ્તાવેજો એક સ્થળેથી મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયું છે. ભરૂચ નગરપાલિકામાં દર પખવાડીયે વોર્ડ વાઇઝ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. કસક તથા આસપાસના વિસ્તારને આવરી લેતો સેવા સેતુ કાર્યક્રમ આજે સોમવારે પ્રિતમ નગર સોસાયટીમાં આવેલાં દિવ્યજીવન હોલ ખાતે યોજાશે. સવારે 9 થી 5 કલાક સુધી અરજદારો જરૂરી દાખલાઓ મેળવી શકશે. સેવા સેતુ કાર્યક્રમને અનુલક્ષી પાલિકા તથા વહીવટીતંત્ર તરફથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આગામી તારીખ 23મીના રોજ વોર્ડ નંબર 3,4 અને 8ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ નિર્મળગંગા હોલ ખાતે, 6 જાન્યુઆરીના રોજ વોર્ડ નંબર 1,2 અને 9નો કાર્યક્રમ ખારવા પંચની વાડી ખાતે અને 20મી જાન્યુઆરીના રોજ 7,10 અને 11 વોર્ડના નાગરિકો માટે ચકલાની દશાલાડની વાડી ખાતે યોજાશે. નગરપાલિકાની જન્મ મરણ સહિતની 30થી વધુ શાખામાં થતી કામગીરીનો લાભ નાગરિકો સેવા સેતુ વેળા એક સ્થળેથી મેળવી શકશે. અરજદારોની સમસ્યાઓ અને જરૂરિયાતોનો સ્થળ પર નિકાલ આવી જાય તેવું આયોજન કરાયું છે.

સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી લોકો લાભ લઇ શકશે

પખવાડીયે વોર્ડ વાઇઝ અરજદારોને સાંભળવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...