તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • રાજપીપળામાં 36 રખડતા ઢોરોને પાંજરાપોળમાં પુરી દેવામાં આવ્યાં

રાજપીપળામાં 36 રખડતા ઢોરોને પાંજરાપોળમાં પુરી દેવામાં આવ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનગરપાલિકા પાંજરાપોળ સંચાલકો સામે લાચાર જણાઇ રહી છે તો બીજી તરફ રાજપીપળા નગર પાલિકાએ મુખ્યમાર્ગો પર અડિંગો જમાવી દેતાં 36 પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલી આપ્યાં છે. નગરપાલિકાએ હવે તેમના માલિકોને શોધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજપીપળામાં રખડતા ઢોરો ટ્રાફિક જામની સાથે ગંદકી પણ કરે છે અને વડોદરામાં ત્રણ જિંદગીનો ભોગ પણ રખડતા પશુઓએ લીધો છે ત્યારે આવા 36 જેટલા ઢોરોને ઝડપી રાજપીપળા નગરપાલિકાએ પાંજરાપોળને ખોલી જેમાં પુરી દેવામાં આવ્યાં છે. એક તરફ ભરૂચ નગરપાલિકા ઢોર ડબ્બાના અભાવે રખડતા પશુઓ સામે કાર્યવાહી નથી કરી શકતી તો બીજી તરફ રાજપીપળા પાલિકાએ કામગીરી કરી બતાવી છે.

રાજપીપળાના સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછીયાવાડ, લાલટાવર સહિતના વિસ્તારોમાં ટોળામાં રસ્તો રોકી બેસતા ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય અને જ્યાં બેસે ત્યાં મળ મૂત્ર કરતા છાણીયું સ્થળ થઇ જાય છે. સાથે અકસ્માતો પણ ખુબ સર્જાય છે જેને કારણે નગરપાલિકા પ્રમુખ અલ્કેશસિહ ગોહિલ દ્વારા ડબ્બો શરૂ કરાયો અને જેમાં પશુઓ માટે ઘાસ ચારો પણ લાવવામાં આવ્યો હતો.રખડતાં ઢોરોના માલિકોને શોધી તેમની સામે કાર્યવાહી માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

રાજપીપળામાં પાલિકાએ 36 રખડતાં ઢોરોને પકડી પાંજરે પુર્યાં છે.તસવીર-પ્રવિણ પટવારી

રખડતા પશુઓ સામે કાર્યવાહી કરી છે

^રાજપીપળામાંમાર્ગો પર અડીંગો જમાવી દેતાં પશુઓને કારણે ટ્રાફિકજામ તથા ગંદકીની સમસ્યા ઉભી થઇ છે. પાલિકાની ટીમોએ વિવિધ વિસ્તારોમાંથી 36 રખડતા પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલી આપ્યાં છે. પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી છે. >અલ્કેશસિંહ ગોહિલ,પ્રમુખ,રાજપીપળા નગરપાલિકા

માર્ગો પર અડિંગો જમાવતાં પશુઓને કારણે ટ્રાફિકજામની સમસ્યા

ભરૂચ શહેરમાં નગરપાલિકા પાંજરાપોળ સંચાલકો સામે લાચાર

અન્ય સમાચારો પણ છે...