તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • નેત્રંગમાં 1.23 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગમાં 1.23 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગનાજવાહરબજારમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી 1.23 લાખ રૂપિયાના દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડયો છે. એસપી સંદિપસિંગના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી કરી બુટલેગરને ઝડપી પાડી તેની સામે કડક હાથે કાર્યવાહી કરી છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં એસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ પોલીસ બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. નેત્રંગના જવાહર બજાર જશવંત ઠાકોર દારૂનો વેપલો ચલાવતો હોવાની બાતમી એસપીને મળી હતી. તેમના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ લલિત વાગડીયા, પીએસઆઇ નટુભાઇ આહિર અને તેમની ટીમે દરોડો પાડયો હતો.

જશવંત ઠાકોર પાસેથી વિવિધ સ્થળોએ છુપાવેલી વિદેશી દારૂની 180 એમએલ અને 750 એમએલની બોટલ નંગ 1,092 જેની કિમંત 1.23 લાખ રૂપિયા થાય છે તે મળી આવી હતી. દરોડાની કાર્યવાહીમાં એલસીબીના બાલુભાઇ આહીર, મણીલાલ વસાવા અને ભુપેન્દ્ર ભરવાડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે જશવંત ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વિવિધ સ્થળોએ છુપાવી રાખેલી દારૂની 1,092 બોટલો મળી આવી

જવાહરબજારમાં ક્રાઇમ બ્રાંચની ટીમના દરોડાથી બૂટલેગરોમાં ફફડાટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો