• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભર ચોમાસે ભરૂચના નગરજનોનેે આજે પાણી માટે ફાંફાં મારવા પડશે

ભર ચોમાસે ભરૂચના નગરજનોનેે આજે પાણી માટે ફાંફાં મારવા પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં ગુરૂવારે સવારે તથા સાંજે લોકોને પીવાનું પાણી મળશે નહિ. વીજ કંપનીએ મેન્ટેનન્સ માટે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેતા અયોધ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટ કાર્યરત થઇ શકે તેમ નથી. નર્મદાની અમલેશ્વર બ્રાચ કેનાલમાંથી રોજના 4 કરોડ લીટર પાણી મેળવવામાં આવે છે. પાણીને અયોધ્યા નગર ફિલ્ટ્રેશન પ્લાન્ટ ખાતે શુધ્ધ કરી પાઇપ લાઇનથી વિવિધ ટાંકી સુધી પહોચાડવામાં આવે છે. શહેરની 1.75 લાખની વસ્તીને પાલિકા દરરોજ સવાર અને સાંજ પાણી આપવામાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજકંપનીએ ગુરૂવારે સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી વીજકાપની જાહેરાત કરી છે.અયોધ્યા નગર પ્લાન્ટ બંધ હોવાને કારણે આજે ગુરૂવારે શહેરમાં અપાતો પાણી પુરવઠો નગરપાલિકા બંધ રાખશે. એક દિવસ માટે લોકોએ પાણીને સમસ્યાનો સામનો કરવો પડશે.

1.75 લાખની વસ્તીને એક દિવસ પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય

વીજ કંપનીને મેન્ટેનન્સ કરવાનું હોય અયોધ્યા નગર પ્લાન્ટ બંધ રહેશે

અન્ય સમાચારો પણ છે...