તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • વરેડીયા નજીક રીકશાને અજાણ્યા વાહને ટકકર મારતાં ચાલકને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરેડીયા નજીક રીકશાને અજાણ્યા વાહને ટકકર મારતાં ચાલકને ઇજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચતાલુકાના વરેડીયા ગામે હાઇવે પર આવેલાં ભુખી ખાડીના પુલ પર રીકશાને અજાણ્યા વાહનચાલકે ટકકર મારતાં ચાલક સહિત બે લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં છે. સ્થળે બે દિવસમાં અકસ્માતનો બીજો બનાવ બન્યો છે.

નેશનલ હાવે નં.8 પર ભરૂચ તાલુકાના વરેડીઆ ગામ પાસે આવેલ ભુખી પુલ પર ત્રણ લાઈનમાંથી ઓચીતી બે લાન થવાના પરિણામે ઉતાવળે નીકળવાની લ્‍હાયમાં કેટલાય નિર્દોષ વાહન ચાલકો પોતે અને તેમના વાહનો નો ભોગ લેવાયો છે. ગઇકાલે સ્થળે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં ટ્રક ડ્રાયવરનું મોત થયું હતું. મંગળવારે રીકશાને અજાણ્યા વાહને ટકકર મારતા ચાલક સહિત બે લોકોને ઇજા પહોંચી છે.

સાંસરોદનો રીક્ષા ચાલક હારૂન રંગા મુસાફરો લઈને તેની રીક્ષા લઇ ભરૂચ આવી રહયો હતો. વરેડીઆ પાસે આવેલ ભુખીના પુલ પરથી પસાર થઈ રહયો હતો ત્‍યારે તેની રીક્ષાને પાછળથી કોઈ અજાણ્‍યા વાહને ટકકર મારતાં રીક્ષાનો ભુકકો બોલી ગયો હતો જયારે રીક્ષા ચાલક હારૂનને પગ હાથ તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જયારે રીક્ષામાં મુસાફરી કરતા ઝીકોરા સમીના સામાન્‍ય જયારે મેહરૂન ઐયુબ પીરીયાનો આબાદ બચાવ થયો હતો.

ભુખી ખાડી પાસે ત્રણ લેનમાંથી બે લેન બની જાય છે

બે દિવસમાં અકસ્માતના બે બનાવો નોંધાયાં

વરેડીયાની ભુખી ખાડી નજીક રીકશાને અજાણ્યા વાહને ટકકર મારતાં બે લોકોને ઇજા પહોંચી છે. તસવીર-વલીબાબરીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો