તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • કામરેજ પાસોદરાથી મોબાઇલની દુકાનોમાં ચોરી કરનાર 3 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામરેજ પાસોદરાથી મોબાઇલની દુકાનોમાં ચોરી કરનાર 3 ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજપાસોદરા પાટિયા ખાતે મેલડી માતાના મંદિર પાસે સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે બાતમી આધારે ત્રણ ચોરને ઝડપી પાડ્યા હતાં. સામાન ઓલપાડ, સાયણ, કીમ, કરંજમાંથી ઘરફડો ચોરીનો હોવાનું કબૂલાત કરી હતી.

સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઓલપાડ ખાતે શાકભાજી માર્કેટમાં આવેલ સહેજાદ મોબાઈલ નામની દુકાનમાંથી બે ઈસમો કમલેશ વસાવા અને સાગર વસાવાએ ચોરી કરેલ મોબાઈલ ફોન અન્ય બે ઈસમ કમલેશ રાઠવા અને નરેશ રાઠવાને વેચવા આપેલ હતાં. જેના રૂપિયા લેવા સાગર વસાવા આવવાના છે. જે આધારે કામરેજના પાસોદરા પાટિયા ખાતે મેલડી મંદિર આવવાના છે. જે આધારે છૂટા છવાઈ ગયા હતાં. બપોરના 4.00 વાગ્યે ત્રણ જણા ભેગા થતાં પોલીસે કોર્ડન કરી ધરપકડ કરી હતી. ત્રણેની પૂછતાછ કરતાં કમલેશભાઈ ઉર્ફે કમો છગડાભાઈ રાઠવા (26) (રહે. કામરેજ, શ્યામનગર જાધવ ધામેલિયાના મકાન નં 2, પાસોદરા પાટિયા), નરવીનભી ઉર્ફે નરેશભાઈ નટુભાઈ રાઠવા (30) (રહે. હાલ, હરિપુરા, ડેઝલિંગ ટેક્સટાઈલ વિધાતા, 3 પ્લોટ નં 179, 180, 181 ની રૂમમાં પલસાણા, મૂળ છોટા ઉદેપુર) અને સાગરભાઈ રવજીભાઈ વસાવા (19) (રહે. કામરેજ શ્યામ નગર પાછળ દેવાભાઈની કોલીમાં પાસોદરા પાટિયા, મૂળ ભરૂચ)ની ઓળખ આપી હતી. ત્રણેની અંગઝડતી લેતા ત્રણે ઈસમો પાસેથી 14 નંગ મોબાઈલ મળી આવ્યા હતાં. જેની કિંમત 14000 રૂપિયા, મોબાઈલ બેટરી નં 10 કિંમત 2000, ચાર્જર 100 રૂપિયા બે ડેટા કેબલ કિંમત 100 મળી કુલે 16200નો મુદ્દામાલ કબજે કરી ત્રણની ધરપકડ કરી હતી.

મોબાઈલની દુકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો