તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ પાલિકાનું 8 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ પાલિકાનું 8 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચપાલિકાની આજે બુધવારે મળનારી સામાન્યસભામાં 8 કરોડ રૂપિયાની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવશે. વર્ષ 2017-18 માટે 158 કરોડ રૂપિયાની આવક સામે 150 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. નવા નાણાકીય વર્ષથી પાલિકા શહેરીજનોના માથે દર મહિને 15 રૂપિયાનો ખાસ સફાઇવેરો લેવા જઇ રહી છે ત્યારે બાબતે વિરોધપક્ષની રણનિતિ પર સૌની મીટ મંડાઇ છે.

આજે બુધવારે સવારે 11 કલાકે પાલિકાની સામાન્યસભા મળશે જેમાં આગામી નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરવામાં આવશે. વર્ષ દરમિયાન પાલિકાને વિવિધ સ્ત્રોતમાંથી 158 કરોડ રૂપિયાની આવક થશે જેની સામે 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આમ પાલિકા સત્તાધીશો 8 કરોડ રૂપિયાની પુરાંતવાળુ બજેટ રજૂ કરવા જઇ રહયાં છે.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગંદકીની ફરિયાદો ઉઠી રહી છે તેવામાં સત્તાધીશોએ દરેક મિલકત દીઠ દર મહિને વધારાનો 15 રૂપિયાનો સફાઇ વેરો લેવા માટે ઠરાવ કર્યો છે. ઠરાવ બાબતે વિપક્ષ કેવું વલણ અપનાવે છે તે જોવું રહયું. શહેરમાં ભુર્ગભ ગટર યોજનાના નામે ઠેરઠેર ખોદકામ કરી દેવામાં આવ્યું છે પણ હજી સુધી યોજના પુરી થઇ શકી નથી. પાલિકા સત્તાધીશોની નિષ્ફળતાને વિપક્ષ કેવી રીતે મુદ્દો બનાવી વિરોધ કરે છે તેના પર પણ સૌની મીટ મંડાઇ છે.

{ દર મહિને વધારાનો 15 રૂપિયાનો સફાઇ વેરો સત્તાધીશોને દઝાડશે

{ પાણી-ગટર યોજના પૂર્ણ કરવામાં પાલિકા સદંતર નિષ્ફળ રહી છે

વિવિધ સ્ત્રોતોમાંથી 158 કરોડ રૂપિયાની આવક સામે 150 કરોડના ખર્ચનો અંદાજ

{ દરેક વોર્ડમાં નવી સેનેટરી ઓફિસ બનાવાશે

{ વેજલપુર ખાતે સીવીક સેન્ટરનું નિર્માણ

{ આઉટગ્રોથ એરીયા માટે સિવિક સેન્ટર

{ નગરપાલિકા કચેરીનું રીનોવેશન

{ રંગઉપવન ખાતે શોપિંગ સેન્ટર

{ પાલિકા કચેરી ખાતે સોલર રૂફટોપ

{ ફાટાતળાવ ખાતે નવું શોપિંગ સેન્ટર

{ બે સ્થળોએ નવા સ્માર્ટ વે બનાવવા

{ સોનેરીમહેલથી પાંચબત્તીનો રોડ પહોળો કરવો

{ ફાટાતળાવથી ફૂરજા સુધીના વિસ્તારનો વિકાસ

શહેરના વિકાસ માટેનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો