ચોરીની 15 બાઇકો સાથે સરનારનો યુવાન ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકાના સરનાર ગામના યુવાનની પોલીસે ચોરીની 15 બાઇકો સાથે ધરપકડ કરી છે. શહેરના કોર્ટ સંકુલ તથા આસપાસના વિસ્તારમાંથી બાઇકો ચોરી તેને બનાવટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકોને વેચી નાંખતો હતો. પોલીસે તેની પાસેથી 2.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શહેરના કોર્ટ સંકુલ તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકચોરીની ફરિયાદો ઉઠી હતી. એસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એન.ડી.ચૌહાણ, એલસીબી પીઅાઇ લલિત વાગડીયા તથા ડિવિઝન પીઆઇ ઝેડ.એન.ધાસુરા સહિતની ટીમો વાહનચોરોને ઝડપી પાડવા કાર્યરત બની હતી. ચોરીના ગુનામાં સરનાર ગામનો મહેબુબ અબ્દુલવલી પટેલ સંડોવાયેલો હોવાની બાતમી મળતાં

...અનુસંધાન પાના નં.2

વધુ ગુનાનો ભેદ ઉકેલાઇ તેવી સંભાવના

^વાહનચોરીનાબનાવો અટકાવવા ટીમોને કામે લગાડવામાં આવી હતી. સરનાર ગામેથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. બાઇકચોરીના વધારે ગુનાનો ભેદ ઉકેલાઇ તેવી શકયતાં છે. > સંદિપસિંગ,એસપી,ભરૂચ

ગ્રાહકો પાસેથી અડધી રકમ રોકડમાં લેતો હતો

મહેબુબસવારે એકલો સરનાર ગામેથી ભરૂચ આવતો હતો અને પાર્કિંગમાં પાર્ક થયેલી બાઇક ચોરીને પોતાના ઘરે લઇ જતો હતો. બાઇક ઓળખાઇ નહિ તે માટે એસેસરીઝ કાઢી લેતો અને ઘરમાં રાખતો હતો. બનાવટી નંબર પ્લેટ બનાવી ગ્રાહક શોધી તેની પાસેથી અડધી રકમ રોકડમાં લઇ લેતો અને બાકીના રૂપિયા કાગળ આપ્યા પછી આપજો તેમ કહેતો હતો.

કોર્ટ સંકુલ તથા આસપાસના વિસ્તારોમાં કસબ અજમાવ્યો : પોલીસે 2.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

બનાવટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકોને વેચી મારતો હતો : પોલીસે ઝડપાયેલ આપોરી પીસેથી વિગતો મેળવવા રિમાન્ડ મેળવ્યાં

ભરૂચમાં પોલીસે ચોરીની 15 બાઇક સાથે આરોપીને ઝડપી પાડયો છે. તસવીર-રાજેશપેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...