• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • શહેરમાં નખાયેલી LED લાઇટોની કામગીરીમાં ગેરરીતી થયાની ફરિયાદ

શહેરમાં નખાયેલી LED લાઇટોની કામગીરીમાં ગેરરીતી થયાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરી વિસ્તારમાં એલઇડી લાઇટો નાંખવાની કામગીરી કરાઇ રહી છે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઇને તાકીદે માત્ર 4 દિવસમાં 15 હજાર એલઇડી લાઇટો નાંખી દેવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા લાઇટોની ઘટ પડતાં ઓછા વોલ્ટની લાઇટો લગાડી દીધી હોવાના આક્ષેપો સ્થાનિક કોર્પોરેટરો તેમજ લોકો દ્વારા કર્ાઈ રહ્યાં છે. શહેરમાં 15 હજારથી વધુ એલઇડી લાઇટો નાંખવાની કામગીરી માત્ર 4 દિવસમાં પુર્ણ કરવાની હોડમાં પાલિકા દ્વારા નિયમાનુસારની એલઇડી લાઇટો નખાય છે કે નહીં તે અંગે કોઇ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું હોવાને કારણે પાલિકાની સારી કામગીરી દેખાડવામાં પ્રજાના રૂપિયાનું આંધણ થયું હોવાના આક્ષેપ તેમણે કર્યાં હતાં.

લાઇટોની ઘટ પડતાં નિયમો નેવે મુકી ઓછા વોલ્ટની લાઇટો લગાવાયાનો આક્ષેપો

વડાપ્રધાનની મુલાકાત પહેલાં માત્ર 4 દિવસમાં 15000 લાઇટો નખાઇ

ભરૂચ પાલિકા ખાતે સ્ટ્રીટ લાઇટમાં એલઇડી લાઇટો લગાવવાની કામગીરીમાં ગોબાચારી થયાના આક્ષેપ સાથે સ્થાનિક રહિશો અને કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...