• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • વરેડીયા અને આસપાસના ગામોમાં ધુળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયો

વરેડીયા અને આસપાસના ગામોમાં ધુળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકાના વરેડીયા તથા આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પરંપરાગત રીતે હોળી તથા ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભકિતસભર માહોલમાં લોકોએ હોળીકા દહન કર્યું હતું અને બીજા દિવસે ધુળેટી પર્વને હર્ષોલ્લાસથી મનાવ્યું હતું.

વરેડીઆ,પાલેજ,સેગવા,ઝંઘાર,બોરી,હીંગલ્‍લા,કુવાદર,ત્રાલસા,કોથી,અડોલ,ઝનોર,સામલોદ,ડભાલી,પાછીયાપુરા,માંચ,કહાન,ધોડી,કીસનાડ, કંબોલી, વિગેરે ગામોમાં મનાવવામાં આવ્‍યુ હોળીના દિવસે રાત્રે હોલીકા દહનના સમયે લોકોના હોલીકા માતાની જય જેવા ગગનભેદી નાદ થી વાતાવરણ ભકિતના રંગે રંગાઈ ગયુ હતું. વરેડીઆ ગામે ગ્રામ પંચાયતના માજી અઘ્‍યક્ષ મણીલાલભાઇના હસ્‍તે દહન કરાયું હતુ. વરેડીઆ ગામના મહિલા સરપંચ ચંપાબેન તથા તેમના પુત્ર ભરતભાઈ પણ ઉપસ્‍થિત રહી સૌને હોલીની મુબારકબાદી પાઠવી હતી. ધુળેટીના રંગોના ઉત્‍સવમાં વિવિધ રંગોથી એકબીજાને રંગીને મજા માણવાની મજા કઈ ઓર હોય છે. મજા માણવા માટે સવારથી લોકો અબીલ ગુલાલ અને પાણીના રંગો સાથે લોકોએ રંગવાનું શરૂ કર્યું હતું.

અબીલ, ગુલાલ અને રંગોથી રંગીને પર્વનો આનંદ માણ્યો

હોળીકા દહન બાદ બીજા દિવસે રંગોત્સવ મનાવ્યો

અન્ય સમાચારો પણ છે...