અકસ્માતના 2 બનાવમાં 5નાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણ તાલુકાના કિયા ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે ૪૮ પર એક કાર ચાલક હરીશભાઈ ભીખાભાઈ પીપરીયા નો પોતાની સ્વીફ્ટ કર નંબર જીજે ૦૫ આરસી ૧૭૨૦ સાથે અન્ય ચાર ઇસમો પત્ની પુત્રી પુત્ર સાથે રાજકોટથી સુરત જતા હતા.

જેમાં કરજણ પસર કરીને ભરૂચ તરફ જતી વખતે કરજણ તાલુકાના કિયા ગામના પાટિયા પાસે આગળ ચાલતી રિક્ષા ને બચાવવા જતા કાર ડિવાઈડર પર ચડી જઈ સામેથી ભરૂચ થી વડોદરા તરફ જતા ડમ્ફરના વચ્ચેના ભાગે અથડાતા સ્વીફ્ટ કારનો ખુરદો બોલાઇ જવા પામ્યો હતો.અને કારની ઉપરની છત પણ કપાઈ જવા પામી હતી. અકસ્માતમાં કારનો સમાન અને સ્પેરપાર્ટ રોડ પર વેરવિખેર પડેલા નજરે પડ્યા હતા. જેમાં ચાલક હરીશભાઈ ભીખાભાઈ પીપરીયા નાઓ કારમાં ફસાઈ જવાથી તેમને પતરું કાપીને કાઢવામાં આવ્યા હતા. તેમનું મોત નીપજ્યું હતું.

આગળની સીટ પર બેસેલ ડીમ્પલ અરવિંદભાઈ પીપરીયા પણ મોત થવા પામ્યુ હતું. તેમજ પાછળની સીટો પર બેસેલ ક્રીશ હરેશભાઈ પીપરીયા તેમજ રીતુ હરેશભાઈ પીપરીયા, અને શિલ્પાબેન હરેશભાઈ પીપરીયા નાઓને ગંભીર ઈજાઓ થતા કરજણ ની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

ટેમ્પાની અડફેટે બાઈક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોતસાવલીના સાંકરદા રાણિયા રોડ પર બાઇક પર સવાર પતિ પત્નીને ટેમ્પો ચાલકે અડફેટે લેતાં બંનેનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું. જ્યારે ઘાયલ ટેમ્પો ચાલકને વડોદરા ખસેડતાં ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજતાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.

સાંકરદા રાણિયા રોડ પર પોઇચા ગામ પાસે પસાર થતાં બાઇક સવાર પરમાર ફતેસિંહ કાભઇ ઉં.વ. 45 અને તેમના પત્ની સંગીતાબેન ઉં.વ. 42 બંને રહે. વડોદ તા. જી.આણંદનાઓ ગત સાંજના સાત વાગ્યા બાદ સાવલીના રણછોડપુરા ગામે પોતાના સંબંધીના ઘરેથી પરત ફરી રહ્યાં હતાં. ત્યારે પોઇચા ગામ પાસે સામેથી આવતાં છોટાહાથીના ચાલકે પૂરઝડપે ટેમ્પો હંકારી બાઇક સવારને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચતાં ફતેસિંહ પરમાર અને તેમના પત્ની સંગીતાબેનનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જ્યારે ઘાયલ ટેમ્પો ચાલકને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત થયું હતું.પોલીસ સૂત્રો દ્વારા મરનાર ટેમ્પા ચાલકનું નામ ધર્મેશ રમેશભાઇ ગામેચી રહે કાછલાપુરા વાસદ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી શબનું પીએમ કરાવીને સગા સંબંધીઓને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...