ભરૂચમાં 63 હજારથી વધુના દારૂ સાથે બુટલેગર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડકોન્સ્ટેબલ અજય તેમજ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે વેળા તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ડ્યુરો મોપેડમાં એક શખ્સ વિદેશીદારૂ લઇને રેલવે ગોદી રોડથી સ્ટેશન તરફ આવે છે. જેના પગલે તેમને વોચ ગોઠવી પ્રવિણ ઉર્ફે પલીયો લલ્લુ વસાવા (રહે. સોન તલાવડી, મામલતદાર કચેરીની બાજુમાં)ને ઝડપી પાડ્યો હતો.

તેની પાસેેથી બે બોટલ મળી આવતાં વધુ પુછપરછ હાથ ધરતાં તેણે રેલવે કોલોની પાછળ આવેલાં ભાથીજી મંદિર નજીક લોખંડની કેબીનમાં વધુ માલ સંતાડ્યો હોવાનું કબુલતાં પોલીસે સ્થળ પર તપાસ કરી હતી.

એલસીબીની ટીમે ત્યાંથી કુલ 63,400ની મત્તાની 334 નંગ નાની-મોટી વિદેશીદારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તેની પાસેથી મોબાઇલ, ડ્યૂરો તેમજ દારૂ મળી કુલ 98 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...