તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંચવેલ ગામે એક રાત્રીમાં બે મોટર સાઇકલની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરાતાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે વાહન ચોર ટોળકીએ એક રાત્રીમાં બે મોટર સાઇકલની ચોરી કરી જતાં ચકચાર જાગી છે.

ભરૂચ જિલ્લામાં હાલમાં બાઇક ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ શહેર તેમજ આસપાસના ગામો સહિત અન્યતાલુકાઓમાંથી પણ તસ્કર ટોળકીઓ દ્વારા બાઇક ચોરીની વારદાતોને અંજામ આપવામાં આવી રહ્યાં છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે વાહચ ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. ગામમાં રહેતાં ગુલામ મહંમદ મુસા આદમ પટેલ તેમજ મુસા ઇસપ લલ્લુ નાથાએ તેમની મોટર સાઇકલ નિત્યક્રમ મુજબ તેમના ઘર પાસે પાર્ક કરી હતી. જે મોટર સાઇકલો ગત 9મી માર્ચની રાત્રીના સમયગાળા દરમિયાન કોઇ બાઇક ચોર ટોળકીએ ચોરી કરી ગયાં હતાં. બનાવને પગલે તેમણે વાગરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વાગરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ભરૂચ જિલ્લામાં વાહન ચોર તસ્કરોનો તરખાટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો