તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચોરી કરનાર સૂરતનો ગઠિયો ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચોરી કરનાર સૂરતનો ગઠિયો ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાહાજીખાના વિસ્તારમાં રહેતાં એક મહિલાના બેગમાંથી 3000 હજાર તેમજ મોબાઇલની ચોરી કરનાર ગઠિયાને રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ શહેરના હાજીખાના બજાર વિસ્તારમાં રહેતી પારૂલ હેમંત મિસ્ત્રી ગત 16મી ઓગષ્ટ 2016ના રોજ ક્યાં જઇ રહ્યાં હોવાને કારણે તેઓ ભરૂચ રેલવે સ્ટેશનેથી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનમાં લેડીઝ ડબ્બામાં બેસવા જઇ રહ્યાં હતાં. તે વેળાં ધક્કામુક્કીનો લાભ લઇ કોઇ ગઠિયાએ તેમના બેગમાંથી રૂપિયા 16 હજારની મત્તાનો એક મોબાઇલ તેમજ રોકડા રૂપિયા 3 હજારની ચોરી કરી રફુચક્કર થઇ ગયો હતો. દરમિયાન થોડા સમય બાદ પારૂલ મિસ્ત્રીને મોબાઇલ તેમજ રોકડની ચોરીની જાણ થઇ હતી. ઘટનાને પગલે તેમણે ભરૂચ રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સૂરત રેલવે પોલીસ રાકેશ બુદ્ધિસાગર ચૌહાણ ( રહે. એકતા નગર, અડાજણ રોડ, સૂરત) ની ધરપકડ કરી હતી. દરમિયાન તેણે પારૂલ મિસ્ત્રીનો મોબાઇલ ચોરી કર્યો હોવાનું માલુમ પડતાં ભરૂચ રેલવે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રેલવે પોલીસે આરોપીના રિમાન્ડની કવાયત હાથ ધરી

ભરૂચની મહિલાનો મોબાઇલ તેમજ 3 હજારની ચોરી કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો