તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં માર્ગ પર કચરો પડે તેની કાળજી રાખવા ડ્રાયવરોને તાકીદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં માર્ગ પર કચરો પડે તેની કાળજી રાખવા ડ્રાયવરોને તાકીદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરના સ્ટેશન રોડ પર સોમવારે સવારે પાલિકાના વાહનમાંથી કચરો માર્ગ પર ઢોળતાં ગંદકીનું સામ્રાજય ફેલાયું હતું. ઘટનાને પગલે મુખ્યમાર્ગ પર થોડો સમય માટે ટ્રાફિકજામ થઇ જવાની ઘટના બાદ પાલિકાએ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. પાલિકા પ્રમુખે સેનેટરી ઇન્સપેકટર તથા કચરો ઉપાડતાં વાહનોના ડ્રાયવરોને આવી ઘટના બીજી વાર બને તેની ખાસ તકેદારી રાખવા તાકીદ કરી છે.

નગરપાલિકા દ્વારા શહેરના તમામ 11 વોર્ડમાં કચરાપેટીઓ મુકવામાં આવી છે તથા રોજ સફાઇ કરવામાં આવે છે. સફાઇ બાદ નીકળતા કચરો માંડવા ગામની સીમમાં આવેલી ડમ્પિંગ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવે છે. શહેરમાંથી રોજ 120 ટન કરતાં વધારે કચરાનો નિકાલ કરવામાં આવે છે. શહેરમાંથી કચરો ઉઠાવતાં વાહનોમાં કચરો ખુલ્લેઆમ લઇ જવાતો હોવાને કારણે માર્ગ પર ઉડતો હોય છે જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ સમસ્યાનો સામનો કરી રહયાં છે.

સોમવારે સવારે 10 વાગ્યાના અરસામાં પાલિકાનું વાહન કચરો નાંખવા માટે ડમ્પિંગ સાઇટ તરફ જઇ રહયું હતું તે વેળા તેમાંથી વિપુલ માત્રામાં કચરો રસ્તા પર

...અનુસંધાન પાના નં.2

પાલિકા પ્રમુખની સુચનાનું કેટલું પાલન કરે છે તે જોવું રહયું

સોમવારે સ્ટેશન રોડ પર વાહનમાંથી કચરો ઢોળાયો હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો