તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ઓરા ગામે 14 લાખના ખર્ચે સ્લેબ ડ્રેનની કામગીરીનું લોકાપ્રણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓરા ગામે 14 લાખના ખર્ચે સ્લેબ ડ્રેનની કામગીરીનું લોકાપ્રણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાગરાતાલુકામાં અાવેલાં ઓરા ગામે ભરૂચ જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂપિયા 14 લાખના ખર્ચે બનનારા સ્લેબ ડ્રેનની કામગીરીનું કામ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતીના ચેરમેન મહેન્દ્રસિંહ રાજના હસ્તે ખુલ્લુ મુકાયું હતું.

વાગરા તાલુકામાં આવેલાં ઓરા ગામ પાસે સ્લેબ ડ્રેન ( નાળા)ની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાંથી ઉઠી હતી. લાંબા સમયથી તેમની માંગણીઓ ચાલી રહી હોવાને કારણે જિલ્લા પંચાયત દ્વારા સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂપિયા 14 લાખની ફાળવણી કરી ગામમાં સ્લેબ ડ્રેનની કામગીરી શરૂ કરાઇ હતી.

જિલ્લા પંચાયતના બાંધકામ સમિતીના ચેરમેન મહેન્દ્રસિંહ રાજે આજે કામગીરીને ખુલ્લુ મુકતાં પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ ઇશાક રાજ, વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ નસીમબેન કદમવાલા, ઓરા ગ્રામ પંચાયતના સરપંચ, વાગરા તાલુકા કોંગ્રેસના મહમંદઅલીભાઇ તેમજ મુન્નાભાઇ ઉપસ્થિત રહ્યાં હતાં. ગ્રામજનોએ કામગીરીને લઇને હાજર આગેવનોને આવકાર્યાં હતાં.

ગ્રામજનોની વર્ષોની માંગણીનું નિરાકરણ લવાયું

જિલ્લા પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટમાંથી કામગીરી શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો