તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • આમોદમાં કર્મચારીઓએ માંગણીઓ સંદર્ભે નાયબ મામલતદારને રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમોદમાં કર્મચારીઓએ માંગણીઓ સંદર્ભે નાયબ મામલતદારને રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આમોદમાંડીઆરડીએ કચેરીમાં ફરજ બજાવી રહેલાં કર્મચારીઓએ સમાન કામ સમાન વેતન, નોકરીમાં સલામતી સહિતની માંગણીઓ અંગે મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી.

રાજયની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં કોન્ટ્રાકટ તથા રોજમદાર કર્મચારીઓ સમાન કામ સમાન વેતન, નોકરીમાં સલામતી સહિતની માંગણીઓ સંદર્ભમાં લડત ચલાવી રહયાં છે. સોમવારે ભરૂચમાં કર્મચારીઓએ કલેકટર કચેરીમાં દેખાવો કરી તંત્રવાહકોને રજૂઆત કરી હતી. મંગળવારે આમોદમાં ડીઆરડીએના કરાર આઘારિત કર્મચારીઓએ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

આમોદની વિવિધ સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં કરાર આઘારિત કામ કરનારા કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓ બાબતે નાયબ મામલતદાર પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમણે સમાન કામ સમાન વેતનના ન્યાયાલય ના હુકમ અનુસાર વેતન ચુકવવામાં આવે અને લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓને ઉમર વધવાના કારણે છુટા કરી દેવામાં આવેતો જીવનની સલામતી નો પ્રશ્ન ઉભો થાય તેમ છે. કર્મચારીઓએ તેમની માંગણીઓ ઝડપથી પૂર્ણ કરવામાં અાવે તેવી માંગ કરી છે.

સમાન કામ સમાન વેતન સહિતની માંગણીઓ હજી પણ પડતર છે

DRDAના કરાર આધારિત ફરજ બજાવતાં કર્મીઓ જોડાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો