તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • વાંસી ગામના મહિલા સરપંચ વિરૂદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસી ગામના મહિલા સરપંચ વિરૂદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં વાંસી ગામના મહિલા સરપંચ દ્વારા વિકાસના કામોમાં અવરોધ લાવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી. જેના પગલે આજે મંગળવારે વાસી ગ્રામ પંચાયત ખાતે વિશ્વાસમત મેળવાની ચુંટણી યોજાઇ હતી. જેમાં મહિલા સરપંચ વિરૂધ્ધ 6 મતો પડતાં તેમને સત્તા પરથી દુર કરવાની કવાયત હાથ ધરાઇ હતી.

ભરૂચ તાલુકામાં આવેલાં વાંસી ગ્રામ પંચાયતને બે મહિના પહેલાં ગામના આગેવાનોએ એકસંપ થઇને સમરસ કરી હતી. ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કૈલાસ નટવર વસાવાની નિયુક્તી કરવામાં આવી હતી. જોકે સમયાંતરે મહિલા સરપંચ કૈલાસ વસાવા દ્વારા ગ્રામ પંચાયત હસ્તકના ગામના વિવિધ વિકાસના કામોમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો હતો. ઉપરાંત સભ્યો સાથે પણ સારો વ્યવહાર નહીં રાખવામાં આવતાં આખરે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. જેના પગલે આજે મંગળવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે વિશ્વાસ મત મેળવવા માટેની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભ્યો પૈકી એક સભ્ય ગેરહાજર રહ્યાં હતાં. જ્યારે 6 સભ્યોએ તેમની સામે અવિશ્વાસનો મત આપ્યો હતો. જેના પગલે તેમને સત્તા પરથી દુર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ગામને બે મહિના પહેલાં સમરસ કરવામાં આવી હતી

વિકાસના કામોમાં અવરોધ કરાતો હોવાના આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો