તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ શહેરમાં સ્વાતંત્ર્ય દિનની પુર્વ સંધ્યાએ ત્રિરંગાયાત્રા યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ શહેરમાં સ્વાતંત્ર્ય દિનની પુર્વ સંધ્યાએ ત્રિરંગાયાત્રા યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરમાં આવતીકાલે રવિવારે 70 માં સ્‍વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ ત્રિરંગાયાત્રા ‘‘ યાદ કરો કુરબાની’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સૂપેરે પુર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજવામાં આવી હતી. આવતીકાલે સાંજે 5.30 કલાકે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડની યાત્રાની શરૂઆત કરાશે.

દેશભરમાં રાષ્ટ્રધ્વજ તેમજ દેશ પ્રત્યે સન્માન અને સમર્પણની ભાવના પેદા થાય તે માટે આવતી કાલે રવિવારે સ્વાતંત્ર્ય દિવસની પુર્વ સંધ્યાએ ત્રિરંગાયાત્રા - યાદ કરો કુરબાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રવિવારે સાંજે 5.30 કલાકે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી ત્રિરંગાયાત્રાની શરૂઆત કરવામાં આવશે. જે યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ સર્કલ અને ત્યાંથી ફ્લાય ઓવર થઇને જે. પી. કોલેજ સુધી પહોંચશે. યાત્રાનો સમગ્ર કાર્યક્ર સુપેરે પાર પડે તે માટે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના નેજા હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. જેમાં યાત્રા સંદર્ભની તમામ તૈયારીઓની ચર્ચા કરવામાં આવી હતી. યાત્રામાં સૌથી આગળ ક્રાંતિકારીઓની તસવીરો સાથેની સુશોભીત પોલીસની ખુલ્લી જીપ રાષ્ટ્રધ્વજ સાથે નિયત રૂટ પરથી પસાર થશે. સાથે સાથે દેશભક્તિના ગીતોની સૂરાવલી સાથેના પોલીસબેંડની પાછળ 70 પોલીસ બાઇક સવારો જોડાશે તેમજ તેમની પાછળ પોલીસ સ્ટુડન્ટ કેડેટ, વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ, સ્વામી વિવેકાનંદ યુવક અને મહિલા મંડળ, સ્થાનિક લોકો, સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ પણ જોડાશે. આગળની ખુલ્લી જીપમાં રાષ્ટ્રધ્વજ અને પાછળના બાઇક સવારો અશોકચક્ર વગરના ત્રિરંગાધ્વજ સાથે પસાર થશે. રૂટ ઉપર કેટલીક જગ્યાઓ ઉપર ખુલ્લી જીપમાં રહેલા રાષ્ટ્રધ્વજનું ફુલની પાંખડીઓ ધ્વારા સન્માન થશે.

પોલીસ બેન્ડની પાછળ બાઇક રેલી નીકળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો