તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ્સ ટ્રેન નીચે કપાઇ જતાં યુવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |ભરૂચ-દહેજ રેલવે લાઇન ઉપર એક યુવાન ગુડ્સ ટ્રેન નીચે કપાઇ જવાને કારણે મોતને ભેટ્યો હતો. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે ગુનોનોંધી યુવાનની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચ અને દહેજ રેલવે લાઇન ઉપર થામ અને કંથારિયા ગામની વચ્ચે 30 વર્ષનો એક યુવાન ભરૂચ - દહેજ વચ્ચે દોડતી ગુડ્સ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ટ્રેન નીચે કપાઇ જવાને કારણે યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ભુરા રંગનું જીન્સ, વાદળી-ભુરી ચોકડી વાળી શર્ટ તેમજ કમરમાં પીળા રંગનો પટ્ટો પહેરેલાં યુવાનની ઓળખ થઇ હોઇ આસપાસના વિસ્તારમાં તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો