તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટરસાઇકલ અકસ્માતમાં 1નું મોત : 1ને ગંભીર ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકાના વ્હાલુ ગામ પાસે મોટર સાઇકલને અકસ્માત નડતાં બાઇક સવાર બે યુવાનોને ગંભીર ઇજાઓ થતાં બન્નેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તે પૈકીના એકનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના અહમદનગર વિસ્તારમાં રહેતો એઝાઝ શેખ તેમજ લક્ષ્મીનગરમાં રહેતો મહંમદ આરીફ ગફુર સૈયદ મોટર સાઇકલ ઉપર ભરૂચથી દેરોલ જઇ રહ્યાં હતાં. દરમિયાન વ્હાલુ ગામ પાસેના પેટ્રોલપંપ નજીક કોઇ રીતે તેમની મોટર સાઇકલને અકસ્માત નડતાં બન્ને યુવાનોને ઇજાઓ પહોંચી હતી. માર્ગપરથી પસાર થતાં લોકોએ તેમણે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં તબીબે તે પૈકીના આરીફનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જ્યારે એઝાઝની હાલત પણ ગંભીર હોવાનું જણાવ્યું હતું. બનાવ સંદર્ભ ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો