તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • વાલીયામાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું રીહર્સલ કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીયામાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું રીહર્સલ કરવામાં આવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાલીયાખાતે 15મી ઓગષ્ટે જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત શનિવારે રીહર્સલ કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમના સ્થળે મહાનુભવો માટે 2 તથા લોકો માટે 4 મળી કુલ 6 વોટરપ્રુફ ડોમ બનાવાવમાં આવશે. રાજયના શિક્ષણમંત્રી નાનુ વાનાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. શનિવારે કલેકટર, ડીએસપી તથા ડીડીઓની હાજરીમાં કાર્યક્રમનું રીહર્સલ કરવામાં આવ્યું હતું.

વાલીયા ખાતે ભરુચ જિલ્લા કક્ષાનો 70 મો સ્વાતંત્રય દિવસ ઉજવવાનું નક્કી થતાં તંત્ર દ્વારા પૂરજોશમાં ઉજવણીના સ્થળે કામગીરી દિવસ રાત ચાલી રહી છે.8000 નાગરિકો રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજર રહે અને ધ્વજ વંદન કરી શકે તેવી રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે.ધ્વજ વંદન રાજયના શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણીના હસ્તે કરવામાં આવશે.

ત્યારબાદ વિવિધ શાળાઓના બાળકો અને બાલિકાઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજવામાં આવશે.જેના માટે મેદાન પણ ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે.હાલ મહાનુભાવો માટે બે મોટા વોટરપ્રૂફ ડોમ સહિત આવેલ નાગરિકો માટે ચાર અન્ય ડોમ બનાવાની તૈયારી ચાલી રહી છે.માર્ગ અને મકાન વિભાગ તૈયારીમાં કામે લાગી ગયું છે.

શનિવારે કલેકટર સંદિપ સાંગલે, ડીએસપી સંદિપસિંગ, ડીડીઓ અાનંદ પટેલ, આરડીસી બી.જી. પ્રજાપતિ સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી હતી. આમ રાજ્યના શિક્ષણમંત્રી નાનુું વાનાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે અને કલેક્ટર ડીએસપી, ડીડીઓની હાજરીમાં રીહર્સલ કરવામાં આવ્યું હતું.

વાલીયા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત રીહર્સલ કરાયું હતું. તસવીર-અતુલપટેલ

રાજયના શિક્ષણમંત્રી નાનુ વાનાણીના હસ્તે તિરંગો ફરકાવવામાં આવશે

મહાનુભવો માટે 2 તથા લોકો માટે 4 વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો