તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • 2017માં જેવી બોલિંગ હશે તેવી બેટિંગ થશે : ડી. જી. વણઝારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2017માં જેવી બોલિંગ હશે તેવી બેટિંગ થશે : ડી. જી. વણઝારા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાઓમકારનાથ ઠાકોર હોલ ખાતે આજે શનિવારે ડી. જી. વણઝારાનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડી. જી. વણઝારાએ આગામી 2017ની ચૂંટણીને ટાંકી કટાક્ષમાં જણાવ્યું હતું કે, 2017માં જેવી બોલિંગ હશે તેવી બેટીંગ થશે. શહેરના રેલવે સ્ટેશનથી ટાઉન હોલ સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા જાહેર નાગરિક સન્માન સમિતી તેમજ વાગરા લેન્ડ લુઝર્સ એસોસિએશન દ્વારા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ આઇ.પી.એસ ડી.જી. વણઝારાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. શહેરના રેલવે સ્ટેશન ખાતે ડી. જી. વણઝારાએ પહોંચી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર ચઢાવ્યાં બાદ 200 જેટલી મોટર સાઇકલ ઉપર બાઇક રેલી કાઢી વિશાળ રેલી યોજી તેઅો પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે પહોંચ્યાં હતાં. સનાતન ધર્મના સોમદાસ બાપુ તેમજ ઓમકારાનંદજી સહિત અન્ય આગેવાનોની ઉપસ્થિતીમાં ડી. જી. વણઝારાનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેમને પાઘડી પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું. સમારોહમાં તેમણે સમાજના દરેક લોકોએ એક સંપ થવા માટે હાંકલ કરી હતી. ઉપરાંત રાજ્યમાં હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી તેમણે દરેક નાગરિકે સ્વજાગૃત થવું જરૂરી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના નેતૃત્વ પરિવર્તન સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું નેતૃત્વ અચાનક બદલાઇ જવું તે ખુબ વૈચારિકતા માંગે તેવી ઘટના છે. અચાનક થયેલું નેતૃત્વ પરિવર્તન હાલની સરકાર માટે પાછી દિશામાં કદમ છે. કશ્મીરના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી આતંકવાદીઓ આપણા દેશની હદમાં આવે ત્યારે આપણા સૈનિકો તેમનો ખાતમો કરે છે પરંતુ હવે ભારતે પોતાની તાકાત બતાવી આતંકવાદીઓનો તેમની સરહદમાં ખાતમો બોલાવવો જોઇએ.

રાજ્યભરમાં 2017ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેઓ ચુંટણીમાં ઝંપલાવશે કે કેમ તેવા પ્રશ્નના સંદર્ભમાં આવનારી ચૂંટણીને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, હું જાહેરજીવનમાં છું જોકે રાજકારણથી અછુતો છું તેમ પણ નથી. 2017માં જેવી બોલીંગ થશે તેવી બેટીંગ કરીશ તેમ જણાવી ચુંટણીમાં તેઓ સક્રિય ભુમિકા ભજવે તેના અણસાર આપી દીધાં હતાં.

ભરૂચ ખાતે ડી.જી.વણઝારાનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સ્ટેશન સર્કલથી પંડિત ઓમકારનાથ હોલ સુધી બાઇક રેલી

ભરૂચમાં ડી. જી. વણઝારાનો સન્માન સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો