તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા ડેમની સપાટી 124.39 મીટરે પહોંચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમની સપાટી આઠમા દિવસે 124.39 મીટરે પહોંચી

ગુજરાતનીજીવાદોરી સમાન નર્મદા ડેમ શનિવારે 2.47 મીટરથી ઓવરફલો રહયો હતો. શનિવારની સાંજે ડેમની સપાટી 124.39 મીટર નોંધાઇ હતી. ઉપરવાસમાંથી પાણીનો આવરો ઘટી રહયો હોવાથી સપાટીમાં દર કલાકે 1 સેમીનો ઘટાડો થઇ રહયો છે.

નર્મદા ડેમ સતત આઠમા દિવસે પણ ઓવરફલો રહયો હતો. ઉપરવાસમાંથી આવી રહેલાં 1.74 લાખ કયુસેક પાણીને પગલે શનિવારે સાંજે ડેમની સપાટી 124.39 મીટર નોંધાઇ હતી. શનિવારે નર્મદા ડેમ 2.47 મીટરથી ઓવરફલો થઇ રહયો છે. ઓવરફલો તથા આરબીપીએચ મળી કુલ 1.92 લાખ કયુસેક પાણી નદીમાં ઠલવાઇ રહયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓમકારેશ્વર ડેમ તથા ઇન્દીરાસાગર ડેમમાંથી વીજઉત્પાદન બાદ પાણી છોડવામાં આવી રહયું હોવાને કારણે નર્મદા ડેમ શનિવારે વહેલી સવારથી ઓવરફલો થઇ રહયો છે. આજે શનિવારે સાંજે 6 વાગ્યે નર્મદા ડેમની સપાટી 124.39 મીટરે પહોંચી હતી. નર્મદા ડેમ 2.47 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહયો છે.

મધ્યપ્રદેશમાં આવેલાં અોમકારેશ્વર ડેમના 8 ટર્બાઇન ચાલી રહયાં છે તેવી રીતે ઇન્દિરાસાગર ડેમના 8 ટર્બાઇન ચાલુ રાખી વીજળી ઉત્પત્ન કરવામાં આવી રહી છે. વીજ ઉત્પાદન બાદ પાણી સરદાર સરોવરમાં આવી રહયું છે. ઉપરવાસમાં મેઘરાજાએ વિરામ લેતાં બંને ડેમના જળસ્તરમાં ઘટાડો થઇ રહયો છે. સરદાર સરોવરમાં આવી રહેલું પાણી પણ ધીમે ઘીમે ઓછું થઇ રહયું હોવાથી નર્મદા ડેમની સપાટી દર કલાકે 1 સેમી ઘટી રહી છે.

ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 1.74 લાખ કયુ.ની આવક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો