તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચના ઝાડેશ્વર ફલાયઓવરને ટુંક સમયમાં ખુલ્લો મુકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના ઝાડેશ્વર ફલાયઓવરને ટુંક સમયમાં ખુલ્લો મુકાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાઝાડેશ્વર ફલાયઓવરને ટુંક સમયમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે. મેઘરાજાએ વિરામ લેતાં બ્રિજના અંતિમ તબકકાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આગામી 10 દિવસમાં બ્રિજના સ્પાનનું લોડ ટેસ્ટીંગ કરવામાં આવશે અને તેના માટે નેશનલ હાઇવે ઓથોરીટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દેશની ધોરીનસ સમાન નેશનલ હાઇવે પરથી રોજના 40,000 કરતાં વધારે વાહનો પસાર થાય છે. જુના સરદારબ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાથી તથા ઝાડેશ્વર અને મુલદ ચોકડી ખાતે ફલાયઓવર બનવાની કામગીરી ચાલી રહી હોવાથી ટ્રાફિકજામની સ્થિતિ વિકટ બની છે. નેશનલ હાઇવે પર છાશવારે ટ્રાફિકજામ થઇ રહયો હોવાથી કરોડો રૂપિયાના ઇંધણની સાથે વાહનચાલકોનો સમય બગડી રહયો છે.

ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે શુકલતીર્થ તરફથી આવતાં અને જતાં વાહનોને કારણે હાઇવે પરનો ટ્રાફિક અટકાવવામાં આવે છે અંદાજે 800 મીટરની લંબાઇ ધરાવતાં ઝાડેશ્વર ફલાયઓવરની કામગીરી અંતિમ તબકકામાં પહોંચી છે. આગામી 10 દિવસમાં બ્રિજના સ્પાનનું લોડ ટેસ્ટીંગ કરવાની તૈયારીઓ નેશનલ હાઇવે ઓથોરીટીએ શરૂ કરી દીધી છે. લોડ ટેસ્ટીંગ બાદ ફલાયઓવર પરથી વડોદરાથી સુરત તરફ જતાં વાહનોને પસાર કરવામાં આવશે. ફલાયઓવર શરૂ થતાં પ્રથમ ચરણમાં વડોદરાથી સુરત તરફ જતાં 20,000 કરતાં વધારે વાહનચાલકોને રાહત થશે.

હાલની વ્યવસ્થા શું છે

જુનાસરદારબ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. વડોદરા અને સુરત તરફથી આવતાં ભારદારી વાહનોને નવા સરદારબ્રિજના બંને છેડા પર રોકી દેવામાં આવે છે. નવા પુલ પર એક સાઇડનો વાહનવ્યવહાર બંધ કરી ભારદારી વાહનોને પસાર કરવામાં આવે છે. વ્યવસ્થાને કારણે પણ હાઇવે પર ટ્રાફિક જામ જોવા મળે છે.

ફાયદો શું? | વાહનચાલકોના સમય બચશે

ભરૂચથીશુકલતીર્થ તરફ આવતા તેમજ જતાં વાહનો ઝાડેશ્વર ચોકડીએથી ક્રોસ થાય છે. શુકલતીર્થ તથા ભરૂચ તરફના વાહનો માટે હાઇવે પરના વાહનોને અટકાવી દેવામાં આવે છે. જેના કારણે વડોદરાથી સુરત તરફ જતી લેનમાં નર્મદા ચોકડી સુધી વાહનોની કતાર લાગી જાય છે. ઝાડેશ્વર ફલાયઓવરને ખુલ્લો મુકાયાં બાદ પ્રથમ ચરણમાં વડોદરાથી સુરત તરફ જતાં વાહનો સીધા નીકળી જશે અને વાહનચાલકોનો સમય બચશે.

ભરૂચના ઝાડેશ્વર ફ્લાયઓવરને ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે.

વડોદરાથી સુરત તરફ જતી લેનમાં સૌ પ્રથમ વાહનો દોડાવાશે

કામગીરી પુરજોશમાં ચાલે છે : 10 દિવસમાં લોડ ટેસ્ટીંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો