• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચના સુપરમાર્કેટના વેપારીઓ આજે પાલિકાને તાળાબંધી કરશે

ભરૂચના સુપરમાર્કેટના વેપારીઓ આજે પાલિકાને તાળાબંધી કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સ્ટેશન રોડ પર 1973માં સુપર માર્કેટની સ્થાપના કરવામાં આવી હતી. આજે માર્કેટમાં 350થી વધારે દુકાનો ધમધમી રહી છે. માર્કેટની સ્થાપના થયા બાદથી આંતરિક રસ્તાઓ તેમજ સફાઇની સમસ્યા જોવા મળી રહી છે.તેમાંય ભુર્ગભ ગટર અને પાણી યોજના બાદ માર્કેટની હાલત બદતર બની છે. રસ્તાઓ ખોદી નાંખ્યાં હોવાથી છેલ્લા 3 વર્ષથી ચોમાસામાં માર્કેટમાં અવરજવર મુશ્કેલ બની છે.વેપારીઓએ વારંવાર રજૂઆત છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. રોષે ભરાયેલા વેપારીઓએ આજે ગુરૂવારે પાલિકાને તાળાબંધી કરવાની જાહેરાત કરી છે.

નવા રસ્તા બન્યા નથી

^પાણીનાનિકાલ કરતી કાંસ પર ગેરકાયદે ઝૂંપડા બની ગયાં છે. ગટર લાઇન માટે રસ્તો ખોદયા બાદ પાલિકાએ નવો બનાવી આપવાની ખાતરી આપી હતી પણ અત્યાર સુધી કોઇ કામગીરી કરવામાં આવી નથી. આજે ગુરૂવારે સુપર માર્કેટના વેપારીઓ ભેગા મળી નગરપાલિકા કચેરીને તાળાબંધી કરીશે.>બિપિન પટેલ,પ્રમુખ,સુપર માર્કેટ વેપારી એસોસીએશન

ગટર માટે ખોદકામ બાદ રિપેરિંગ કરવામાં સત્તાધીશોના અખાડા

1973માં સ્થાપના બાદથી રસ્તા અને ગંદકીની સમસ્યા યથાવત

અન્ય સમાચારો પણ છે...