• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળને સરકારની મંજૂરી મળી

ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળને સરકારની મંજૂરી મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ( બૌડા)ના ડેવલપમેન્ટ પ્લાનને રાજય સરકારે મંજૂરી આપી દીધી છે. વિધાનસભાના સત્ર દરમિયાન ધારાસભ્યોએ બૌડાને વહેલીતકે મંજૂરી આપવા કરેલી રજૂઆતને પગલે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે જાહેરનામા પર સહી કરી છે.

દેશના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 7મી જાન્યુઆરી 2011ના રોજ ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ રચવાની જાહેરાત કરી હતી. પ્રારંભિક તબકકામાં બૌડામાં 2 નગરપાલિકા તથા 57 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બૌડા અમલમાં આવતાં બાંધકામની પરવાનગીની સત્તા બૌડા પાસે આવી ગઇ છે. બૌડાનું વિસ્તરણ કરી હાલ તેમાં 2 નગરપાલિકા અને 89 ગામોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ભરૂચ અને અંકલેશ્વર તાલુકાના 89 ગામો બૌડામાં આવે છે. ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળે વિકાસ નકશો ( ડીપી) તૈયાર કરી એપ્રિલ 2016માં સરકારમાં જમા કરાવવામાં આવ્યો હતો. બૌડા સામે ખેડૂત સમાજ સહિતના સંગઠનો વિરોધ કરતાં આવ્યાં છે. વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્યો દુષ્યંત પટેલ અને અરૂણસિંહ રણાએ બૌડાને મંજૂરી આપવા રજૂઆતો કરી હતી.

સુનિશ્ચિત વિકાસ થશે

^નાયબમુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે બૌડાને મંજૂરી આપી દીધી છે. ભરૂચ અને અંકલેશ્વરનો સુનિશ્ચિત વિકાસ હવે શકય બનશે. ગેરકાયદે બાંધકામો પર રોક લાગશે. મહાનગરોની જેમ હવે ભરૂચ અને અંકલેશ્વરમાં લોકોને આયોજનબધ્ધ રીતે માળખાકીય સુવિધાનો લાભ મળશે. > દુષ્યંતપટેલ, ધારાસભ્ય,ભરૂચ

40ટકા જમીન વિના વળતરે સંપાદિત કરાશે

^બૌડાનેમંજૂરી આપી સરકારે બંધારણના મુળભુત કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. વિકાસ નકશા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓના મંતવ્યો લેવા જરૂરી છે. બાબતે હાઇકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી છે. બૌડાની રચના બાદ સરકાર 40 ટકા જમીન વિકાસના નામે વિના વળતરથી સંપાદિત કરી લેશે. બૌડા સામેનો વિરોધ ચાલુ રહેશે. > જયેશપટેલ, પ્રમુખ,ગુજરાત ખેડૂત સમાજ

નાયબ મુખ્યમંત્રીએ જાહેરનામા પર સહી કરી સ્થાનિક ધારાસભ્યોએ કરેલી રજૂઆત રંગ લાવી

એપ્રિલ 2016માં વિકાસ નકશો મોકલાયો હતો

અન્ય સમાચારો પણ છે...