ઉછીના રૂા. 50 હજારના મામલે કિશોર પર એરગનથી હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં સરનાડ ગામે રહેતાં શખ્સે તેના પિતરાઇ કાકાને ઉછીના 50 હજાર આપ્યા હોઇ તે મામલે તેમની વચ્ચે તકરાર ચાલતી હતી. દરમિયાન પિતરાઇ કાકાના પુત્રએ તેમના મોટા છોકરાના ઘુટણના ભાગે એરગનની ગોળી મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારીનાંખવાની ધાકધમકીઓ આપતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં સરનાડ ગામે રહેતાં મુબારક ઇસ્માઇલ ગંજેરીએ ચારેક વર્ષ અગાઉ તેના પિતરાઇ કાકા જોસુફ ઇસ્માઇલ સગીરને રૂા. 50 હજાર ઉછીના આપ્યાં હતાં. જે રૂપિયા પરત માંગતા છેલ્લાં કેટલાંક સમયથી તેમની વચ્ચે ઝઘડાઓ થઇ રહ્યાં હતાં. દરમિયાન બપોરના સમયે મુબારક ગંજેરીનો 14 વર્ષનો પુત્ર સમીર મદ્રેશાથી ઘરે જઇ રહ્યો હતો. તે વેળાં સમીર જોસુફના ઘર સામેથી પસાર થઇ રહ્યો હતો તે સમયે જોસુફના પુત્ર આદિલે તેના ઘરના ઓટલા પરથી સમીર ઉપર એરગનની ગોળી છોડતાં તે ગોળી તેના ડાબા પગના

...અનુસંધાન પાના નં.2

પરિવારને પોલીસ કેસ કરે તો જાનથી મારી નાંખવાની ધમકી

ભરૂચ તાલુકાના સરનાડ ગામે બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...