પેજ-1નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
46ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આકાશમાંથી અગનગોળા વરસી રહયાં હોવાથી લોકો ગરમીમાં શેકાય રહયાં છે અને ભઠ્ઠીમાં શેકાતાં હોય તેવો અનુભવ કરી રહયાં છે. લોકો ઘરો તથા ઓફિસોમાં કેદ થઇ જતાં માર્ગો સુમસાન બની ગયાં હતાં. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.

ભરૂચમાંતાપમાનનો...

સુર્યનારાયણઅગનગોળા વરસાવતાં હોવાને કારણે લોકોએ ઘરો તથા ઓફિસોમાં રહેવાનું પસંદ કર્યું હતું. ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો ઉપાડ વધી ગયો હતો. શહેરના માર્ગો પર બપોરે નીરવ શાંતિ જોવા મળી હતી. ગરમીની અસર બે દિવસથી જન જીવન પર વર્તાઇ રહી છે.

રંગસેતુ બ્રિજ...

એંગલોમારવામાં આવી છે. ગત રાત્રીના એક ટ્રક ચાલાક પોઇચા માર્ગ પરથી વડોદરા જતી વેળા રંગ સેતુ બ્રિજ પર પ્રવેશી થયો હતો.ચોકીદારોએ તેમને અટકાવ્યા છતાં ડ્રાયવર અને કલીનરે ચોકીદારો સાથે દાદાગીરી કરી તેમને માર મારી રેલિગ તોડી ટ્રક ચાલકે બ્રિજ પર ટ્રક પસાર કરી દીધી હતી. ચોકીદારોએ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓને જાણ કરતા રાતોરાત તેઓ ડભોઇથી દોડી આવ્યા હતા પરંતુ ટ્રક ચાલાક અને ક્લીનર ભાગી ગયા હતા. માર્ગમકાન વિભાગે પોલીસ ને જાણ કરી પોલીસ ફરિયાદ કરી તપાસ હાથ ધરી છે.

લુવારાપાસે...

વિસ્તારમાંરહેતો રાજુ યુસુફ મન્સુરી તેની ટ્રક લઇને પસાર થઇ રહ્યો હતો. દરમિયાન વહેલી સવારે તેની ટ્રક સાથે અન્ય કોઇ વાહન ચાલકે અકસ્માત સર્જી નાસી છુટ્યો હોઇ તેણે તેની ખોટકાયેલી ટ્રકની આસપાસમાં લાકડા મુકી આડાસ કરવાની કવાયત હાથ ધરી હતી. અરસામાં કોઇ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી લાવી તેમને અડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી ત્યાંથી નાસી છુટ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકના સંબંધીએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અકસ્માત કરી ફરાર થઇ ગયેલાં વાહન ચાલકના સગડ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

ભરૂચમાંઅન્ય...

સાગનાખેતરમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનમાં પંક્ચર પાડી તેમાં વાલ્વ લગાવી ઓઇલ ચોરી કરવાનો કારસો રચ્યો હતો. પોલીસે દિપક ઉર્ફે રમેશ કાપડિયા, અજયરાય હરીશચંદ્ર રાય, મજીંદરસિંહ સંતેહ, બળવંતસિંહ રાઠોડ તેમજ બશીરખાન રાઠોડની ધરપકડ કરી તેમના 7 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં.પ્રાથમિક પુછપરછમાં ભરૂચમાં અન્ય ત્રણ સ્થળે પણ ઓઇલ ચોરીનો કારસો રચાયો હોવાની વિગતો પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ત્રણેય સ્થળોની ચકાસણી કરવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...