તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • અંક્લેશ્વરની ગુજરાત રબર પ્રોડક્ટ્સ કંપની વિરૂદ્ધમાં ધરણાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંક્લેશ્વરની ગુજરાત રબર પ્રોડક્ટ્સ કંપની વિરૂદ્ધમાં ધરણાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાફેક્ટરી કામદાર મંડળ દ્વારા આગામી સોમવારે અંક્લેશ્વરની ગુજરાત રબર પ્રોડક્ટસ કંપનીની મેનેજમેન્ટની અનફેર લેબર પ્રેક્ટિસ આચરવાના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં અાવ્યો છે. કલેક્ટરને રજૂઆત કરવા સાથે ભરૂચની મદદનીશ શ્રમ આયુક્ત કચેરી સામે મંડળના આગેવાનો ધરણાં કરશે.

ભરૂચના ફેક્ટરી કામદાર મંડળના પ્રમુખ એડ્વોકેટ છગન ગોડીગજબારે જણાવ્યું હતું કે, અંક્લેશ્વર જીઆઇડીસી પ્લોટ નં. 8 ઉપર આવેલી ગુજરાત રબર પ્રોડક્ટસ કંપનીના મેનેજમેન્ટ દ્વારા ફેક્ટરી કામદાર મંડળ યુનિયનના કામદારોએ પગાર વધારા તેમજ સુવિધાઓની માંગણી કરતાં તે

...અનુસંધાન પાના નં.2

આધારે શ્રમ ખાતા દ્વારા રેફરન્સ કરવામાં આવી હતી .જેમાં વડોદરાના ઔદ્યોગિક ટ્રીબ્યુનલ જજે તેને 9 ડિસેમ્બર 2016ના રોજ મંજૂર કરી હતી જેની નકલ મળતાં મેનેજમેન્ટે યુનિયનના આગેવાન ભીમ પી. યાદવ ઓપરેટર હોવા છતાં તેમની બદલી તામીલનાડુ કરી હતી. ઉપરાંત અન્ય આગેવાન જગદિશ દુસાડ કે જેઓ 19 વર્ષથી નોકરી કરી હોવા છતાં તેમજ તેમણે માંદગીની રજા ઉપર હોઇ તે અંગેનું સર્ટીફિકેટ રજૂ કરવા છતાં ખોટી રીતે બરતફર કર્યાં હતાં. કંપની દ્વારા ગેરકાયદે કૃત્ય કરાયું હોઇ તેના વિરોધમાં સોમવારે કલક્ટરને આવેદન પત્ર આપી ભરૂચની મદદનીશ શ્રમ આયુક્ત કચેરી સામે ફેક્ટરી કામદાર મંડળ દ્વારા ધરણાં કરવામાં આવશે.

કામદારોના શોષણ-દમનના વિરોધમાં કાર્યક્રમ

શ્રમ આયુક્ત કચેરી સામે ધરણા યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો