તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહાડપોર ગામેથી 10 વર્ષનો કિશોર ગુમ થઇ જતાં ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનારહાડપોર ગામે રહેતાં પરિવારને ત્યાં બિહારથી આવેલો 10 વર્ષનો કિશોર ગુમ થઇ જતાં પરિવારે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. જોકે તેનો કોઇ સગડ નહીં મળતાં આખરે તેમણે ભરૂચ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના રહાડપોર ગામે મિલન નગર - 1 ખાતે મુળ બિહારના ભાગલપુરનાવતની નાઝીમ ઇદ્રીશ સઇદ પઠાણ તેમના પરિવાર સાથે સ્થાયી થયો હતો. તે છુટક રસોડાની મજુરી કરી તેના પરીવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન આઠેક મહિના પહેલાં તેમની સાળીનો 10 વર્ષીય દિયર મોઇન મુખ્તાર શેખ મહેમાન તરીકે આવ્યો હતો અને તેમની સાથે રહેતો હતો.

...અનુસંધાન પાના નં.2

દરમિયાન ગત 7મી માર્ચના રોજ તે ફળિયામા઼ રમવા ગયાં બાદથી ગુમ હોઇ નાઝીમ તેમજ તેના અન્ય પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં તેમજ વડોદરા, સૂરત અંક્લેશ્વર સહિત બિહાર ખાતે પણ તપાસ કરવા છતાં તેના કોઇ સગડ મળ્યાં હતાં. જેેને પગલે તેમણે આખરે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે નોંધાવ્યું હતું કે, ગુમ થવાના દિવસે તેણે કાળા કલરનું શર્ટ તેમજ આછાપીળા કલરનો પેન્ટ પહેર્યું હતું.

આસપાસના વિસ્તારમાં તપાસ છતાં સગડ મળ્યાં

બિહારથી કિશોર ભરૂચ સંબંધીને ત્યાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો