તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • દશાન ગામે મચ્છીમારી કરવાના મુદ્દે માછીમારો વચ્ચે મારામારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દશાન ગામે મચ્છીમારી કરવાના મુદ્દે માછીમારો વચ્ચે મારામારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચતાલુકામાં અાવેલા દશાન ગામે મચ્છમારી કરવાના મુદ્દે માછીમારોના બે જુથ વચ્ચે મારામારી થઇ હતી. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં ભાડભૂત ગામે નવીનગરી વિસ્તારમાં રહેતો નવીન ઉર્ફે જયંતી સોમા માછીપટેલ તેમજ તેના સાથીઓ માછીમારી કરવા માટે ગયાં હતાં. દરમિયાન દશાન ગામ પાસે નર્મદા નદીમાં દશાન અને ટીંબી ગામ વચ્ચેના ભાગે તેમણે રાત્રીના સમયે જાળા નાંખીને બેઠાં હતાં. તે વેળાં દશાન ગામના રમણ જેમા માછી, વિનય રમણ માછી, વિપુલ રમણ માછી તેમજ અશોક રતિલાલ માછી તેમની બોટ પર ત્યાં આવી પહોંચ્યાં હતાં. તેમણે નવીન તેમજ તેની સાથેના અન્ય માછીમારો સાથે ઝઘડો કરી તમે અહીં કેમ માછીમારી કરવા માટે આવ્યા છો તેમ કરી તેમની સાથે બોલાચાલી કરી હતી. મામલો

...અનુસંધાન પાના નં.2

ગરમાતાં તેમણે નવીન તેમજ તેની સાથેના માછીમારોને અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ પણ આપી હતી. મામલાને લઇને ગામના આગેવાનોએ મધ્યસ્થી બની સમાધાન કરાવવાની કોશિષ કરી હતી. જોકે તેમની વચ્ચે સમાધાન નહીં થતાં આખરે નવીન માછી પટેલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધતા કાર્યવાહી

નદીમાં મચ્છીમારી નહીં કરવાનું જણાવતાં ઝઘડો થયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો